ડીસા : અકસ્માત દરમિયાન ગંભીર ઇજા થતા 2 ના મોત

0
2

બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા ગામે મોડી રાત્રે બાઈક સ્લીપ થતાં બે યુવકોના મોત નીપજ્યાં છે. બન્ને યુવકો રાસણા મોટા ગામે જવા નીકળ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. બાઈક સ્લીપ થવાથી નીચે પટકાતા બન્ને યુવકોને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડીસા તાલુકાના રસાણા કોલેજ પાસે રાત્રિના સુમારે બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજયા છે. જેમાં પ્રકાશજી ઠાકોર અને સુખાજી ઠાકોર રાસણા મોટા જવા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા અને રસાણા ગ્રામજનો દ્વારા 108ને જાણ કરાતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બંને યુવકોની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here