Saturday, September 18, 2021
Homeમાનહાનિ કેસ : કોઈ અહેવાલ પોલીસ સૂત્રોના આધાર પર બનાવવામાં આવ્યો છે,...
Array

માનહાનિ કેસ : કોઈ અહેવાલ પોલીસ સૂત્રોના આધાર પર બનાવવામાં આવ્યો છે, તો તે અપમાનજનક નથી

શિલ્પા શેટ્ટીએ અનેક મીડિયા હાઉસ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં થઈ હતી. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે સૂત્રોના હવાલેથી જો મીડિયા સમાચાર ચલાવે છે તો તે ખોટું કેવી રીતે છે. હાઇકોર્ટના વકીલે એમ પણ કહ્યું હતું કે તમારે ક્લાયન્ટના પતિ વિરુદ્ધ એક કેસ છે અને તેમાં આ કોર્ટ કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરશે નહીં. તમારા ક્લાયન્ટ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ માનહાનિ માટે એક કાયદો છે.

શિલ્પાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મીડિયામાં જે અહેવાલો આવે છે, તેનાથી તેના બાળકોને અસર થાય છે. શિલ્પાના રડવાના જે સમાચારો આવ્યા તેનાથી ખ્યાલ આવે છે કે તે પણ આખરે એક માણસ છે. આના પર કોર્ટે એવો સવાલ કર્યો હતો કે હવે તે શું આશા રાખે છે કે કોર્ટ તપાસ કરે કે દરેક સ્ટોરી માટે મીડિયા હાઉસ કયા સોર્સનો ઉપયોગ કરે છે? કોર્ટે એવું પણ કહ્યું હતું કે જો કોઈ અહેવાલ પોલીસ સૂત્રોના આધાર પર બનાવવામાં આવ્યો છે, તો તે માનહાનિકારક નથી.

કોર્ટે શું થયું?

  • સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું, અમને ખ્યાલ નથી કે તે ગિલ્ટી છે કે નહીં. અમે આ અંગે કંઈ કહેતા નથી, પરંતુ જે વાત તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાંચ અથવા પોલીસ કહે છે, તેના રિપોર્ટિંગ પર માનહાનિનો કેસ થઈ શકે નહીં.
  • આ કેસમાં જેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે તેને પણ તક મળવી જોઈએ. આના પર શિલ્પાના વકીલે કહ્યું હતું કે મીડિયાના કેટલાંક લોકો રાજ કુંદ્રાના કેસમાં તેની માતા, બાળકો તથા પરિવારનું નામ ઉછાળવામાં આવી રહ્યું છે.
  • શિલ્પાના વકીલે એક યુ ટ્યૂબ વીડિયોનું ઉદાહરણ આપ્યું હતું. કોર્ટે આના પર કહ્યું હતું કે તેઓ એક ડિફેન્ડેડ ઉદાહરણ લઈને અન્ય તમામ ડિફેન્ડેડ પર લાગુ થવા દેશે નહીં. કોર્ટ પાસેથી જે આશા રાખવામાં આવે છે, તે પ્રેસની ફ્રિડમ પર ઘણી જ ખરાબ અસર થશે.
  • આ કેસમાં કોર્ટે કહ્યું હતું કે તમે ખોટી વાત કરનારા ડિફેન્ડેડના વ્યક્તિગત ઉદાહરણ આપો, તેના પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે. પોલીસ સોર્સના આધારે બનાવવામાં આવેલા સમાચારને અપમાનજનક કહી શકાય નહીં.
  • એ વાત ના ભૂલો કે તમારા ક્લાયન્ટના પતિ વિરુદ્ધ એક કેસ છે અને એમાં આ કોર્ટ કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરશે નહીં. તમારો ક્લાયન્ટ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ માનહાનિ માટે એક કાયદો છે.

શિલ્પાએ શું કહ્યું હતું?

  • શિલ્પા શેટ્ટીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે અનેક મીડિયા હાઉસ કોઈ પણ આધાર વગર તેની વિરુદ્ધ ખોટા સમાચાર ચલાવે છે. શિલ્પાએ અપીલ કરી હતી કે કોર્ટ આદેશ આપે કે આ પ્રકારના આર્ટિકલ પબ્લિશ કરનારા તમામ મીડિયા હાઉસ આ આર્ટિકલ ડિલિટ કરે અને માફી માગે. આ સાથે જ શિલ્પાએ 25 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.
  • શિલ્પાએ કહ્યું હતું કે પોર્ન કેસમાં તેનો પતિ આરોપી છે, પરંતુ મીડિયાએ તેની ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે પબ્લિક, ચાહકો, ફોલોઅ્સ તથા તેની બ્રાન્ડ વેલ્યૂ પર અસર પડી છે.

રાજ કુંદ્રા જેલમાં
19 જુલાઈના રોજ ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેની ધરપકડ કરી હતી. કોર્ટે રાજને 14 દિવસના જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. રાજ આર્થર રોડ જેલમાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments