કોરોના વર્લ્ડ : બ્રિટનની લેબમાં ખામી સર્જાઈ, તપાસ માટે 50 હજારથી વધારે સેમ્પલ અમેરિકા મોકલાયા

0
9

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના સંક્રમણના 41 લાખ કેસ નોંધાયા છે. જેમા 2.80 લાખના લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 14.41 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.બ્રિટનની કોરોના ટેસ્ટ કરનાર લેબ્સમાં ખામી સર્જાઈ છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગે લગભગ 50 હજાર સેમ્પલ તપાસ માટે અમેરિકા મોકલ્યા છે. વિભાગનું કહેવું છે કે ખામીને ઝડપથી દૂર કરાશે અને આવનાર દિવસોમાં ટેસ્ટ કેપેસિટી એક લાખ કરાશે. બ્રિટનમાં 2.15 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 31 હજાર 587 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 80 હજારના મોત

અમેરિકામાં 13 લાખ 47 હજાર 309 કેસ નોંધાયા છે. 80 હજાર 37 લોકોના મોત થયા છે. અહીં બે લાખ 38 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 89 લાખ 18 હજાર લોકોના રિપોર્ટ કરાયા છે. ન્યૂયોર્કમાં 3.33 લાખ કેસ નોંધાયા છે અને 26 હજાર 563 લોકોના મોત થયા છે.

રશિયામાં સંક્રમિતો 2 લાખ નજીક

રશિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 1 લાખ 98 હજાર 676 કેસ નોંધાયા છે. અહીં 1827 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીમાં 134 લોકોની ધરપકડ

કોરોના વાઈરસના કારણે લાગેલા પ્રતિબંધોને હટાવવા માટે પ્રદર્શન કરી રહેલા 134 લોકોની પોલીસે ધરપકડ કરી છે. 1700થી વધારે લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા. અહીં 50થી વધારે લોકો ભેગા થવા ઉપર પ્રતિબંધ છે. જર્મનીમાં કુલ 1 લાખ 71 હજાર 324 કેસ નોંધાયા છે અને 7 હજાર 549 લોકોએ જીવ ગુમાવ્યા છે. જર્મનીમાં હાલ 20 હજાર 475 એક્ટિવ કેસ છે. 1.43 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

તસવીર દક્ષિણ કોરિયાની છે. અહીં સંક્રમણ વધતા સરકારે આપેલી છૂટ પરત ખેંચી છે.

દક્ષિણ કોરિયા: સિયોલ ફરી બંધ

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. લોકો માટે અમુક શરતોની સાથે નાઈટ ક્લબ, હોટલ, બાર અને ડિસ્કો ખોલવામાં આવ્યા હતા. અધિકારીઓ મુજબ અમુક લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યું ન હતું. હવે અહીં ફરી સંક્રમણના કેસ સામે આવતા સરકારે તમામ જગ્યાને ફરી બંધ કરી દીધી છે.

પાકિસ્તાન: લોકડાઉનમાં ઢીલ અપાઈ, ડોક્ટરોએ વિરોધ કર્યો

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 28 હજારથી વધારે થઈ ગઈ છે. અહીં 700થી વધારે લોકોના મોત થયા છે. અહી ઈમરાન ખાને લોકડાઉનમાં ઢીલ આપી દીધી છે. દેશમાં ડોક્ટરો તેનો વિરોધ કરી રહ્યા છે.

બ્રિટન: સરકારની નવી શરૂઆત

બોરિસ જોનસન સરકારે સોશિયલ ડિસ્ટેંસિંગના પાલન માટે એક નવી પહેલ કરી છે.સરકારે અહીં સાયકલથી અવરજવર કરવાનું અભિયાન ચલાવશે. આ માટે 2.48 કરોડ ડોલરનું બજેટ મંજૂર કર્યું છે. પરિવહન મંત્રી ગ્રાંટ શેપ્સે કહ્યુ કે તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મદદ મળશે. સાથે ભીડ પણ ઓછી થશે અને લોકોને શારીરિક પણ ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here