Thursday, August 5, 2021
No menu items!
Homeકારગિલની 20મી વર્ષગાંઠ, દ્રાસમાં રક્ષામંત્રીએ શહિદોને આપી શ્રદ્ધાંજલી
Array

કારગિલની 20મી વર્ષગાંઠ, દ્રાસમાં રક્ષામંત્રીએ શહિદોને આપી શ્રદ્ધાંજલી

નવી દિલ્હી, તા. 20 જુલાઇ 2019, શનિવાર

સૈન્ય અભિયાન ‘ઓપરેશન વિજય’ની 20મી વર્ષગાંઠ પર આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજનાથ સિંહે દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલની વિઝિટર બુકમાં સહી કરી.

 

નોંધનીય છે કે, રક્ષામંત્રી રાજનાથસિંહે 14 જુલાઇના રોજ દિલ્હીમાં કારગિલ યુદ્ધ વિજયની 20મી વર્ષગાંઠે નેશનલ વોર મેમોરિયલ પર વિજય જ્યોતિ પ્રજ્વલિત કરીને ભારતીય સેનાને સુપુર્દ કરી હતી. કારગિલ વિજય જ્યોત મશાલ આજે હિમાચલ પ્રદેશના મનાલીમાં પહોંચી છે. આ જ્યોત ઉત્તર ભારતના નવ મોટા શહેરોમાંથી પસાર થઇ કાગિલ વિજય દિવસ 26 જુલાઇના રોજ દ્રાસ પહોંચશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments