રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળી કંગના રનૌત. આગામી ફિલ્મ ‘તેજસ’ માટે આશીર્વાદ લીધા

0
13

કંગના રનૌત રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળવા ગઈ હતી. તેની સાથે તેની આગામી ફિલ્મ ‘તેજસ’ની આખી ટીમ પણ હાજર હતી. કંગનાએ રાજનાથ સિંહ સાથેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

કંગનાએ લખ્યું છે, ‘આજે ટીમ તેજસે માનનીય શ્રી રાજનાથ સિંહની મુલાકાત લીધી. અમે તેમના આશીર્વાદ લીધા, સાથે જ @IAF_MCC સાથે અમારી ફિલ્મની સ્ક્રિપ્ટ શેર કરી અને તેમની પાસેથી અમુક પરવાનગી પણ લીધી. જય હિન્દ.’

https://twitter.com/KanganaTeam/status/1338097400544710657?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1338097400544710657%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-meets-rajnath-singh-with-the-team-of-tejas-seeks-his-blessings-for-the-film-128011596.html

શું કામ મુલાકાત થઇ?

કંગના- રાજનાથ સિંહની આ મીટિંગને લઈને અંદરની માહિતી જાણવા મળી છે. આ મીટિંગને રાજનીતિમાં સક્રિય મયંક મધુરે લાઈન અપ કરી. મયંક રાજનાથ સિંહના નજીકના લોકોમાં ગણાય છે.

મયંક મધુરે જણાવ્યું કે, ‘મેકર્સ ફિલ્મમાં પ્રામાણિકતા માટે અસલી એરફોર્સ બેઝ પર જઈને ફિલ્મ શૂટ કરવા ઈચ્છે છે. ખાસ કરીને બેંગ્લોરમાં જ્યાં તેજસ વિમાન બન્યું હતું. બેંગ્લોર સિવાય દિલ્હી અને યુપીમાં વાયુ સેનાના બેઝમાં તેમનું શૂટિંગ કરવાની પરવાનગીની અરજી કંગના અને મેકર્સે કરી. ફિલ્મની ટીમે નવા વર્ષમાં શૂટિંગ કરવા માટે અરજી કરી છે. કંગનાના કેરેક્ટરનું નામ પણ સંભવતઃ તેજસ છે. બાકી ફિલ્મમાં મહત્ત્વના રોલ તેજસ વિમાનની ખાસિયત પણ રજૂ કરવામાં આવશે.’

કંગના એરફોર્સ પાયલટ બની છે

‘તેજસ’ના ડિરેક્ટર સર્વેશ મેવારા છે અને તેના પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલા છે. કંગના આ ફિલ્મમાં એરફોર્સ પાયલટના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મને લઈને કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું હંમેશાંથી મોટા પડદે એક સૈનિકનો રોલ પ્લે કરવા ઇચ્છતી હતી અને નાનપણથી જ આર્મીથી અભિભૂત હતી. મેં દેશના જવાનોને લઈને ક્યારેય મારી ભાવના નથી છુપાવી અને ખુલીને તેમની વીરતા પર વાત કરી. તે આપણા દેશ અને દેશવાસીઓને સુરક્ષિત રાખે છે. તો હું આ ફિલ્મમાં કામ કરીને ઘણી ખુશ છું.’

‘થલાઈવી’નું શૂટિંગ પૂરું થયું

આ પહેલાં કંગના સ્ટારર ‘થલાઈવી’નું શૂટિંગ હાલમાં જ પૂરું થયું છે. કંગનાએ તેની જાણકારી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી, ‘અને હવે શૂટિંગ પૂરું થયું. આજે અમે અમારા સૌથી મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘થલાઈવીઃ ધ રિવોલ્યુશનરી લીડર’નું શૂટિંગ પૂરું કર્યું. કદાચ જ કોઈ એક્ટર આવું કરી શકે છે. બહુ જ મુશ્કેલ છે પરંતુ અચાનક જ અલવિદા કહેવાનો સમય આવી ગયો.’ ત્યારબાદ અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, ‘થલાઈવી’ ટીમના દરેક સભ્ય, શાનદાર ક્રૂનો આભાર. મને જીવનમાં તમારી સાથે કામ કરવાની તક મળી. બહુ જ બહુ ધન્યવાદ.

https://twitter.com/KanganaTeam/status/1337738450825572357?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1337738450825572357%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-ranaut-meets-rajnath-singh-with-the-team-of-tejas-seeks-his-blessings-for-the-film-128011596.html

 

‘થલાઈવી’ ફિલ્મ તમિળનાડુના પૂર્વ CM જયલલિતાની બાયોગ્રાફી છે. આ ફિલ્મ હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. આ પાત્ર માટે કંગનાએ 20 કિલો જેટલું વજન વધાર્યું હતું. કોરોનાને કારણે આવેલા લોકડાઉનમાં સાત મહિના સુધી ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here