ઉપવાસ દરમિયાન નવ દિવસ સુધી દૂધ કે દહીં ચોક્કસ લેવું, વજન વધારે હોય તો પુરીની જગ્યાએ રોટલી ખાઓ

0
0

નવરાત્રિના ઉપવાસમાં તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે તે માટે ફળાહારમાં પોષણ જોડી શકો છો, જાણીએ કેવી રીતે…

વ્રતમાં પોષણ

કોરોનાટાઈમમાં લોકો નવરાત્રિના ઉપવાસ કરે જ છે, પણ હજુ એક ચિંતાનો વિષય છે-રોગ પ્રતિકારક ક્ષમતા. ભૂખ્યા રહેવાથી આ ક્ષમતા પર અસર થાય છે. ભોજન ઓછું કરીએ કે ના કરીએ તો શરીર પર વધારે ભાર પડે છે. શરીરને કામ તો દરેક કરવાના છે પણ ભોજન અને પોષકતત્ત્વો સીમિત મળે છે અને તેનાથી જ કામ ચલાવવું પડે છે. તેવામાં વ્રત કેવી રીતે રાખવું જેથી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત રહે, ચાલો આના વિશે જાણીએ..

દૂધમાંથી પોષણ મળશે

વ્રતમાં દૂધ અને દહીંનો ઉપયોગ સરળતાથી કી શકાય છે. ફળોનો ઉપયોગ પણ કરી શકાય છે. બટાકા, સાબુદાણા અને શિંગોડાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં દૂધનું સેવન ઘણું જરૂરી છે. દૂધ કે દહીં દિવસમાં 3 નાના કપ કે 2 ગ્લાસ લેવું જોઈએ. આ દૂધ કે દહીંને કેળા સાથે લઇ શકો છો. આલુ ટીક્કી કે સાબુદાણાની ખીર સાથ એપણ લઇ શકો છો. દૂધ પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન B12 આપે છે. દહીં પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.

રાતનું ભોજન

ધ્યાન રાખો કે બપોર અને રાતના ભોજનમાં કોઈ પણ પ્રકારની રોટલીને સામેલ કરવી જરૂરી છે. સાબુદાણા કે શિંગોડાના લોટની રોટલી ખાઓ. જો વજન કંટ્રોલમાં હોય તો આ લોટના પરોઠા કે પુરી પણ ખાઈ શકો છો. કેટલાક લોકો બાફેલા બટાકાને શિંગોડાના લોટની સાથે મિક્સ કરીને પુરી કે અન્ય વાનગી બનાવે છે. જો વજન વધારે હોય તો રોટલીનો જ ઉપયોગ કરો.

જરૂરી વિટામિન મળશે

શિંગોડાનો લોટ રેશાઓથી ભરપૂર હોય છે આથી દિવસમાં ઓછામાં ઓછી એકવાર સાબુદાણાની જગ્યાએ શિંગોડાના લોટનો ઉપયોગ કરો. એ પણ ધ્યાન રાખો કે મોસંબી, કેળું, પપૈયું વગેરે શક્તિ આપે છે આથી સવારના નાસ્તા અને બપોર-રાતના ભોજનમાં ફળોનો ઉપયોગ ચોક્કસ કરો. આ ફળ વિટામિન C, ફાઈબર, વિટામિન A અને અન્ય વિટામિનની અછત પૂરે છે.

દાળની ઊણપ પૂરી થશે

વ્રતમાં દાળનો ઉપયોગ કરવામાં આવતો નથી. આથી ઓછામાં ઓછી એક મુઠ્ઠી મગફળી, બદામ અને કાજુનું મિશ્રણ અવશ્ય લો. આખા દિવસમાં ભોજનમાં એક ચમચી તલનો ઉપયોગ ચોક્કસ કરો. તલને લોટમાં મિક્સ કરી શકો છો. સાબુદાણાની ખીચડી કે આલુ ટીક્કીમાં ભેળવીને પણ લઇ શકો છો. ધ્યાન રાખો કે તલ ચાવીને ખાવાથી જ તેના ફાયદા થાય છે.

રાતના સમયે પોષણ

રાતે સૂતા પહેલાં એક કપ દૂધમાં અડધી ચમચી હળદર ચોક્કસ ઉમેરો. પૂરતું પાણી પીવું જરૂરી છે. સાથે જ શુદ્ધ અને ચોખ્ખી હવામાં ફરો કે ટેરેસ પર ચાલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here