દહેગામ તાલુકા મા પાંચ એમએમ વરસાદ પડ્યો, બહીયલ ગામે સૌથી વધુ વરસાદ નોધાયો

0
42

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા વરસાદી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ગઈ રાત્રીએ દહેગામ તાલુકાના હરસોલી, બારડોલી, બહીયલ ગામે વધુ વરસાદ પડ્યો છે જ્યારે દહેગામ શહેરમા આજનો વરસાદ આંકડા મુજબ આઠથી દસના સમયમા ત્રણ એમએમ પડ્યો છે. અને દસથી બાર વાગ્યાના સમયમા બે એમએમ વરસાદ નોધાયો છે. આમ કુલ ચાર વાગ્યા સુધીનો દહેગામમા પાંચ એમએમ વરસાદ પડ્યાની માહિતી આધારભુત વર્તુળ પાસેથી મળવા પામી છે.

બાઈટ : આઈએમ પટેલ,વરસાદ માપણી કર્મચારી

 

દહેગામ શહેરમા અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ઉપર પાણી પણ ભરાઈ જવા પામ્યા છે. આમ છેલ્લા બે દીવસમા ધીમી ગતીએ વરસાદની શુભ શરૂઆત થવા પામી છે. તેથી તાલુકાના ખેડુતોમા વરસાદ ચાલુ થવાથી ખુશીનો માહોલ છવાયો છે. પરંતુ તાલુકાના ખેડુતો વધારે વરસાદની રાહ જોઈ રહ્યા છે હજી દહેગામ તાલુકાની નદીઓ કોરી દેખાય છે. પરંતુ  ઝરમર ઝરમર વરસાદથી ખેડુતોના વાવેલા પાકોમા તેજી દેખાવા પામી છે.

  • દહેગામ તાલુકામા આજે આઠથી દસના સમયગાળામા ત્રણ એમએમ વરસાદ પડ્યો છે
  • દસથી બારના સમયમા બે એમએમ વરસાદ નોધાયો છે આમ આજે દહેગામમા પાંચ એમએમ વરસાદ પડ્યાની માહિતી પ્રાપ્ત થવા પામી છે
  • ખેડુતોના વાવેલા પાકોમા તેજી દેખાઈ રહી છે પરંતુ હજી પુરતા પ્રમાણમા વરસાદ પડ્યો નથી
  • દહેગામ તાલુકાની નદીઓ એકદમ કોરી ભાસી રહી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here