દહેગામ ખાતે ૩૭ મા શપથવિધિ કાર્યક્રમમા રોટરી ક્લબ દ્વારા સમારંભમા આવેલા આમંત્રીતોને વ્રુક્ષો આપી તેમનુ સન્માન કરવામા આવશે અને વ્રુક્ષો વાવો અને વ્રુક્ષો બચાવો અને તેનુ જતન કરો આ મુખ્ય રોટરી ક્લબનો હેતુ છે
વીઓ- ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ હોટલગ્રાંટ રેસ્ટોરેન્ટમા રોટરી ક્લબ ઓફ દહેગામ દ્વારા રોટરી ક્લબને ૩૭ વર્ષ પુર્ણ થતા પ્રમુખ તરીકે ભરત પંચાલ અને સેક્રેટરી તરીકે નરેંદ્ર પટેલની નીમણુક કરવામા આવી. અને અતિથી વિશેષ તરીકે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ આ પ્રસંગે હાજર રહેવા પામ્યા હતા. અને આ પ્રસંગે આ સમારંભમા આવેલ આમંત્રીતોને વ્રુક્ષોના રોપા આપી તેનુ રોપણ જતન અને ઉછેરના શપથ લેવડાવવામા આવ્યા હતા. અને ૧૦૦૦ જેટલા વ્રુક્ષો રોપવાનુ જણાવવામા આવ્યુ હતુ. સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મીંગ સામે જજુમી રહ્યુ છે ત્યારે તેનાથી બચવા માટે પર્યાવરણની જાળવણી આવશ્યક બને છે તેના માટે દહેગામ ખાતે સેવાની પ્રવુતી માટે ખ્યાતી પામેલી રોટરી ક્લબ સંસ્થા દહેગામ શહેરમા છેલ્લા ૩૭ વર્ષથી સેવા આપી રહેલ રોટરી ક્લબ ચાલુ વર્ષમા હોદ્દેદારોની શપથવિધિ સમારંભમા પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામા આવ્યો છે. તેમા વ્રુક્ષારોપણ એક માત્ર ઉપાય છે તેવો સંદેશ આ નવતર પ્રયોગ દ્વારા સંસ્થા દ્વારા લોકોમા પ્રસારવવા માંગે છે. તેને અનુસરીને નવા નીમણુક પામેલા પ્રમુખ અને હોદ્દેદારો ૧ જુલાઈથી ૧ સપ્તાહ સુધી શહેરના વિવિધ વિસ્તારોમા એક હજાર જેટલા વ્રુક્ષો રોપવાનુ આયોજન કરવામા આવશે. અને રોટરી ક્લબ દ્વારા આ નવતર પ્રયોગથી પર્યાવરણની જાળવણીનુ અને વ્રુક્ષ રોપવાના આ કાર્યક્રમથી દહેગામની જનતા આ સંસ્થાનો અભિગમ જોઈને વ્રુક્ષોની જતન કરવાનુ પણ વીચારશે.
બાઈટ- ભરતભાઈ પંચાલ, રોટરી ક્લબ પ્રમુખ, દહેગામ
- રોટરી ક્લબમા આવેલા તમામ આમંત્રીતોને વ્રુક્ષો આપી તેમનુ સન્માન કરાશે
- અને તમામ આમંત્રીતો પાસે વ્રુક્ષોના જતનની પ્રતીજ્ઞા લેવડાવવામા આવશે
- સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મીંગ સામે જજુમી રહ્યુ છે ત્યારે તેનાથી બચવા માટે પર્યાવરણની જાળવણી આવશ્યક બની છે
- આ કાર્યક્રમમા વ્રુક્ષો વાવો અને વ્રુક્ષો બચાવો અને તેનુ જતન કરો તેવી પ્રતીજ્ઞા લેવડાવવામા આવી હતી
- આ નવતર પ્રયોગમા નવા નીમણુક પામેલા પ્રમુખ અને હોદ્દેદારો ૧ જુલાઈથી એક સપ્તાહ સુધી શહેરના વિવિધ વિસ્તારોમા ૧૦૦૦ જેટલા વ્રુક્ષો રોપવાનુ આયોજન કરશે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર