દહેગામ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણની કામગીરી બંધ કરતા એસટી ડેપોથી તાલુકા પંચાયત જવાનો મુખ્ય માર્ગ ઉપર લાંબા સમય સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર વધી રહેલા દબાણો દુર કરવાના નગરપાલિકા દ્વારા મંગળવારે અને શુક્રવારે કામગીરી શરૂ કરવામા આવી હતી પરંતુ કયા કારણોસર આ કામગીરી સામે બ્રેક વાગી તેવુ દહેગામ શહેરમા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. દહેગામ શહેરમા આવેલ એસટી ડેપોથી મામલતદાર કચેરી થઈ તાલુકા પંચાયત જવાનો મુખ્ય માર્ગ ઉપર બંને સાઈડોમા દુકાનોની આગળ બાઈકો અને લારીઓ વાળા અડીંગા જમાવીને ઉભા રહેતા હોવાથી આ માર્ગ ઉપર અસંખ્ય વાહનો પસાર થાય છે ત્યારે લાંબા સમય સુધી ટ્રાફીકજામના દ્રષ્યો સર્જાય છે અને બાઈક ચાલકો લારીઓ વાળાઓના લીધે આ રસ્તો એક્દમ સાંકડો બની જતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ તાલુકા પંચાયત કચેરી અને સરકારી દવાખાનુ તેમજ ચાર જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અહીયાથી પસાર થાય છે ત્યારે આ માર્ગ ઉપર ભારે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. તો નગરપાલિકાના સત્તાધિશો દબાણની કામગીરી બંધ કરીને આ માર્ગ ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ઉપર ભારે ખતરો આવે તેવા ટ્રાફીકજામના દ્રષ્યો સર્જાઈરહ્યા છે તો શુ આ બાબતે પ્રજાના પ્રશ્નોને વાચા આપવામા આવશે કે નહી તેવુ આમ જનતામા ચર્ચાઈ રહ્યુ છે. તો લાગતા વળગતા અધિકારીઓ આ માર્ગની મુલાકાત લઈને મુસફરો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો કેટલા પરેશાન થાય છે તે રૂબરૂ મુલાકાત લેતા તેમને ખબર પડે.
દહેગામ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત જવાનો મુખ્ય માર્ગ પર લાંબા સમય સુધી ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાય છે
- આ માર્ગ ઉપર દુકાનોની આગળ બાઈકોનો રાફડો અને લારીઓ વાળા અડીંગા જમાવીને ઉભા રહેતા દરરોજના અસંખ્ય વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે
- આ માર્ગ ઉપર ચાર જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે અને સરકારી દવાખાનુ અને તાલુકા પંચાયતની કચેરીનો આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજ લાંબા સમય સુધી ટ્રાફીક જામના દ્રષ્યો સર્જાય છે
- નગરપાલિકા તંત્રએ આ માર્ગની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ, મુસાફરો અને વાહન ચાલકોની સમસ્યા જુવે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર