દહેગામ ખાતે આવેલ પરમેશ્વર કોલ્ડ સ્ટેરોજ ખાતે આવતી કાલે સવારે ૯ વાગે દહેગામ તાલુકાના ૨૨૯ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓડર આપવાનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાત સરકાર ગામડાના ગરીબોના સ્તર ઉંચા આવે અને ગામડાનો વિકાસ થાય અને ગરીબ લાભાર્થીઓને પોતાનુ ઘર મળે તેવી સરકારી યોજના જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા તેની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. અને સરકારનો હેતુ એવો છે કે ગામડામા વસતા ગરીબોને સરકારી લાભો ઘરે બેઠા મળી રહે તેના માટે નવી નવી યોજનાઓ અમલમા મુકી ગામડાઓમા વસતા ગરીબો પોતે પગભેર થાય અને ગરીબોને સરકારી યોજનાના લાભો મળે તે હેતુસર આવતી કાલે દહેગામ ખાતે આવેલ પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. તેમા સંસદસભ્ય હસમુખભાઈ પટેલ, તેમજ સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, અને જિલ્લા વિકાસ અધિકારી આર આર રાવલ, તથા તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરી અને તાલુકાના સરકારી કર્મચારીઓ હાજર રહેશે. અને આવતી કાલે ૯ થી ૧૨ ના સમયે દહેગામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને વર્ક ઓડર આપવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. તેમા કુલ ૨૨૯ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. અને આ સમયગાળામા ૨૨૯ લાભાર્થીઓના રૂપીયા ૩૦,૦૦૦ પોતાના બેંક ખાતામા કાલે જમા થઈ જશે અને કુલ રૂપીયા ૧,૨૦,૦૦૦ આ પ્રધાનમંત્રી આવાસ યોજનામા ફાળવવામા આવશે તેના સીવાય હાલમા યોજના ચાલુ હોય તો રૂપીયા ૧૭,૦૦૦ મનરેગા યોજનાના અને રૂપીયા ૧૨,૦૦૦ શૌચાલયના અને જો લાભાર્થી સમયસર આ આવસ પુરુ કરશે તો બીજા રૂપીયા ૨૦,૦૦૦ ફાળવવામા આવશે અને જો સમયસર પુરુ નહી કરે તો આ રૂપીયા ૨૦,૦૦૦ નો લાભ મળશે નહી. આમ આવતી કાલે પરમેશ્વર કોલ્ડ સ્ટેરોજ ખાતે મોટી સંખ્યામા ખેડુતો અને લાભાર્થીઓ અને સરકારી કર્મચારીઓ હાજર રહેશે.
બાઈટ : બલરાજસિંહ ચૌહણ, સ્થાનિક ધારાસભ્ય, દહેગામ, ભાજપ
- આવતી કાલે ૯ થી ૧૨ ના સમયગાળામા પરમેશ્વર કોલ્ડ સ્ટોરેજ ખાતે દહેગામ તાલુકાના ૨૨૯ લાભર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજાના વર્ક ઓડર આપવામા આવશે
- આવતી કાલે પ્રધાનમંત્રી યોજનાના કુલ ૨૨૯ લાભાર્થીઓના ખાતામા ૩૦,૦૦૦ પ્રથમ હપ્તો જમા થશે
- તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગરીબોના સ્તર ઉંચા આવે અને ગરીબોને પોતાનુ ઘર મળે તેવો સરકારનો અભિગમ
- આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય, ટીડીઓ અને સરકારી કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહેશે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, CN24NEWS, ગાંધીનગર