EPF યોગદાનમાં વિલંબ પર નહીં લાગે પેનલ્ટી, કંપનીઓને મળી શકે છે આ મોટી રાહત

0
7

કોરોનાવાયરસ વચ્ચે સરકાર આર્થિક સંકટ સાથે લડી રહેલી કંપનીઓને મોટી રાહત આપી શકે છે. ઈપીએફના ( EPF) યોગદાનમાં વિલંબ થતાં દંડ અને વ્યાજ પર સરકાર રાહત આપવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણય કંપનીઓની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લઈ શકાય છે. અનલોક પ્રક્રિયા હેઠળ સરકારે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હશે, પરંતુ કોરોના સંકટને કારણે હજી પણ ઘણી કંપનીઓ પીએફમાં ફાળો આપી શકતી નથી. સરકાર ઇચ્છે છે કે આ કંપનીઓ પહેલા તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરે, કર્મચારીઓના પગાર નિયમિત ચૂકવે. આ રાહત ફક્ત લોકડાઉન અવધિ માટે હશે.

રાહતની જાહેરાત કરશે તો તેનાથી 4.3 કરોડ કર્મચારીઓ અને 6.5 લાખ કંપનીઓને થશે લાભ

કંપનીઓએ દર મહિને ઇપીએફ ચૂકવવો પડતો હતો. પીએફ ચુકવણીમાં વિલંબ માટેનો દંડ જે તે સમયગાળા પર આધારિત છે. સામાન્ય રીતે આ દંડ 5થી 25 ટકાની વચ્ચે હોય છે. વિલંબને કારણે પેનલ્ટી ઉપરાંત સરકાર આ બાકી ચૂકવણી પર વાર્ષિક 12% જેટલું વ્યાજ પણ લે છે. ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2018 માં કંપનીઓ પાસેથી વ્યાજ અને દંડના રૂપમાં 52.40 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. જો સરકાર આ રાહતની જાહેરાત કરશે તો તેનાથી 4.3 કરોડ કર્મચારીઓ અને 6.5 લાખ કંપનીઓને લાભ થશે. જણાવી દઈએ કે પીએફના 24% યોગદાનમાં 12% કર્મચારીઓના અને 12% કંપનીનો હિસ્સો હોય છે.

90 ટકા કર્મચારીઓનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો હોય તેવી કંપનીઓને આપ્યો લાભ

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (Pradhan Mantri Garib Kalyan Yojana) અંતર્ગત ઘણી નાની કંપનીઓને લાભ પણ આપી રહી છે. આમાં, કેન્દ્ર સરકાર પોતાનો સંપૂર્ણ પીએફ ફાળો 24 ટકા કરી રહી છે. આ કંપનીઓ એવી છે જેમાં 90 ટકા કર્મચારીઓનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે. સરકારે માર્ચમાં આ રાહત ત્રણ મહિના માટે આપી હતી, ત્યારબાદ તેને વધુ ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી હતી. હવે આ યોજના 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here