બીજી ટેસ્ટ : વરસાદના લીધે ટોસમાં વિલંબ, કોવિડ-19 બાયોસિક્યુરિટી પ્રોટોકોલ તોડતા આર્ચરને ડ્રોપ કરવામાં આવ્યો

0
10

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની બીજી મેચ માન્ચેસ્ટરમાં રમાશે. વરસાદના લીધે ટોસમાં વિલંબ થયો છે. ભારતીય સમયાનુસાર 4:30 વાગે ટોસ થશે અને 5:00 વાગે મેચ શરૂ થશે. વેસ્ટ ઇન્ડીઝ આ મેચ જીતે તો ઇંગ્લેન્ડમાં 32 વર્ષ પછી ટેસ્ટ સીરિઝ જીતશે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝે 1988માં ઇંગ્લેન્ડને તેના ઘરે 5 ટેસ્ટની સીરિઝમાં 4-0થી હરાવ્યું હતું.

કોરોના વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપનાર શેનોન ગેબ્રિયલ મેચનો ધ મેચ બન્યો હતો.

આર્ચરને ડ્રોપ કરવામાં આવ્યો

ફાસ્ટ બોલર જોફરા આર્ચરે કોવિડ-19 બાયોસિક્યુરિટી પ્રોટોકોલ તોડતા તેને બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. તે સાઉથહેમ્પટનથી માન્ચેસ્ટર આવતા રસ્તામાં પોતાના ઘરે બ્રાઈટનમાં રોકાયો હતો. હવે 5 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. તેમજ 2 વખત કોરોના ટેસ્ટ કરાવશે અને બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમ સાથે જોડાશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિન્ડિઝની ટીમને આ અંગે જાણકારી આપી દીધી છે. આર્ચરે બોર્ડ દ્વારા રિલીઝ કરાયેલા સ્ટેટમેન્ટમાં માફી માગી છે.

હેડ-ટૂ-હેડ

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં 158 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઇંગ્લેન્ડ 49 ટેસ્ટ જીત્યું, 58 હાર્યું અને 51 મેચ ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લિશ ટીમે ઘરમાં વિન્ડિઝ સામેની 87 મેચમાંથી 34 મેચ જીતી અને 31 હારી છે. જ્યારે 22 મેચ ડ્રો થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here