અમદાવાદમાં બોપલ-પીરાણા પ્રદુષણ મામલે દિલ્હીઃ એર ક્વોલીટી ઈન્ડેક્ષ 300ને પાર પહોંચ્યો,

0
25

દિલ્હીમાં હવાના ગુણવતા એકદમ બગડી ગઈ છે. ત્યારે દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ઝેરી બની છે અમદાવાદમાંપણ પ્રદુષણ વધ્યું છે. અમદાવાદની અનેક વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ 300ને પાર છે.

  • પીરાણા, એરપોર્ટ, બોપલમાં સૌથી વધુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું
  • અનેક વિસ્તારોમા એર ઇન્ડેક્સ 300ને પાર
  • બોપલ,પીરાણામાં AQI સૌથી વધુ

પીરાણી, બોપલ અને અરપોર્ટમાં AQI સૌથી ખરાબ છે. હવાનું પ્રદૂષણ વધતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં ફેકટરીઓ, કારખાના ઉપરાંત વાહનોનો ધુમાડો હવાને પ્રદુષિત કરે છે.

શહેરમાં વધ્યુ હવાનું પ્રદુષણ

બોપલમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. બોપલનો એરક્વોલિટી ઇન્ડેક્સ 304 છે. એરપોર્ટ વિસ્તારનો AQI 296 નોંધાયો હતો અને પીરાણામાં AQI 300 નોંધાયો છે. જ્યારે સમગ્ર શહેરનો AQI 242 નોંધાયો હતો. હવા પ્રદુષણ વધતા લોકો સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યુ છે. પ્રદુષણને લીધે આંખ, કાન, નાક સહિત મગજના તેમજ માનસિક રોગોનો પણ લોકો ભોગ બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here