દિલ્હી : બાર ખોલવાની મંજૂરી પણ મળી, બપોરના 12:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધીનો સમય

0
0

દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડા સાથે જ છૂટ મળવાની શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં સોમવારથી બાર ખોલવાની મંજૂરી પણ મળી ગઈ છે. અનલોક-4 અંતર્ગત આ પ્રકારની છૂટ આપવામાં આવી રહી છે. દિલ્હી સરકારના નિર્ણય પ્રમાણે રાજધાનીમાં 50 ટકા કેપેસિટી સાથે બાર ખોલી શકાશે. જોકે બાર ખોલવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. બાર ખોલવા માટે બપોરના 12:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

તે સિવાય અનલોક-4 અંતર્ગત દિલ્હીમાં અન્ય રાહતો પણ આપવામાં આવી છે. દિલ્હીમાં સોમવારથી રેસ્ટોરા પણ સવારના 8:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી ખોલી શકાશે. અત્યાર સુધી સવારના 10:00 વાગ્યાથી રાતના 8:00 વાગ્યા સુધી રેસ્ટોરા ખોલવાની મંજૂરી હતી. જોકે હજુ પણ રેસ્ટોરામાં 50 ટકા ગ્રાહકો જ બેસી શકશે.

તે સિવાય પબ્લિક પાર્ક અને ગાર્ડન ખોલવાની મંજૂરી પણ આપી દેવાઈ છે. 21 જૂનથી રાજધાનીમાં પબ્લિક પાર્ક, ગાર્ડન, ગોલ્ફ ક્લબ અને આઉટડોર યોગા એક્ટિવિટીની મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ બજાર, માર્કેટ કોમ્પ્લેક્સ અને મોલ્સ પણ સવારના 10:00 વાગ્યાથી રાતના 8:00 વાગ્યા સુધી ખોલી શકાશે.

મેટ્રો હજુ પણ 50 ટકા કેપિસિટી સાથે જ ચાલશે. આ સાથે જ બસ, ઓટો, રિક્શા, ટેક્સી, કેબ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઓછા મુસાફરો બેસાડવામાં આવશે.

આટલા પર હજુ પણ પ્રતિબંધ

– શાળા, કોલેજો, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે.

– તમામ પ્રકારના રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક, રમત સાથે સંકળાયેલા જમાવડાઓ પર પ્રતિબંધ રહેશે.

– સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વીમિંગ પૂલ બંધ રહેશે. જોકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતમાં સામેલ થનારા રમતવીરોને પ્રવેશની છૂટ રહેશે.

– સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, બેન્કવેટ હોલ, ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ્સ બંધ રહેશે.

-સ્પા અને જિમ પણ હમણાં નહીં ખુલે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here