દિલ્હીએ રાજસ્થાનને 46 રને હરાવ્યું : શારજાહમાં સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ આપીને પણ દિલ્હીની ટીમ જીતી, પોઈન્ટ ટેબલમાં ટોપ પર; રાજસ્થાનની સતત ચોથી હાર

0
4

IPLની 13મી સિઝનની 23મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે આજે શારજાહમાં રમાઈ હતી. આ મેચને દિલ્હીએ 46 રને જીતી લીધી છે. 185 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 19.4 ઓવરમાં 138 રનમાં રાજસ્થાનની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી વતી રબાડાએ ત્રણ, અશ્વિન, સ્ટોઈનિસે બે-બે વિકેટ તેમજ નોર્તજે, હર્ષલ પટેલ અને અક્ષર પટેલે એક એક વિકેટ લીધી હતી. પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. રાજસ્થાનની આ ચોથી હાર છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 8 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતા. રાજસ્થાન વતી આર્ચરે 3 વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સની ઈનિંગ

185 રનના ટાર્ગેટનો પીછો રાજસ્થાનની ટીમ 138 રનનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. રાજસ્થાનના સાત બેટ્સમેન 10 રનનો સ્કોર વટાવી ચૂક્યા ન હતા. રાહુલ તેવટીયાએ 38 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા ત્રીજી ઓવરમાં રાજસ્થાનની પ્રથમ વિકેટ પડી હતી. બટલર 13 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને દિલ્હીને પ્રથમ સફળતા અપાવી હતી. 9મી ઓવરમાં રાજસ્થાનની બીજી વિકેટ પડી હતી. સ્મિથ 24 રન બનાવી આઉટ થયો હતો. એનરિચ નોર્તજે દિલ્હીની બીજી સફળતા અપાવી હતી.

12મી ઓવરમાં ચોથી વિકેટ પડી હતી. મહિપાલ લોમરોર એક રન બનાવીને અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 13મી ઓવરમાં રાજસ્થાનની મહત્વની વિકેટ યશસ્વી જયસ્વાલની પડી હતી. ઓપનિંગમાં આવેલ જયસ્વાલ 34 રન બનાવી આઉટ થયો હતો.

14મી ઓવરમાં રાજસ્થાનની છઠ્ઠી વિકેટ પડી હતી. એન્ડ્ર્યુ 6 રન બનાવી આઉટ થયો હતો. અક્ષર પટેલે દિલ્હીને સફળતા અપાવી હતી. 15મી ઓવરમાં 100 રને સાતમી વિકેટ પડી હતી. આર્ચર બે રન બનાવી આઉટ થયો હતો.

દિલ્હીએ 8 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 8 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતી. બીજી ઓવરમાં 12 રને દિલ્હીની પ્રથમ વિકેટ પડી હતી. શિખર ધવન 5 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પાંચમી ઓવરમાં 42 રન પર બીજી વિકેટ પડી હતી. પૃથ્વી શો 10 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ પણ આર્ચરે લીધી હતી.

છઠ્ઠી ઓવરમાં દિલ્હીને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 22 રને શ્રેયસ ઐયર આઉટ થયો હતો. 10મી ઓવરમાં દિલ્હીની ચોથી વિકેટ પડી હતી. ઋષભ પંત 9 બોલમાં 5 રન બનાવી રન આઉટ થયો હતો.14મી ઓવરમાં પાંચમી વિકેટ પડી હતી. સ્ટોઈનિસ 30 બોલમાં 39 રન બનાવી તેવટીયાની બોલિંગમાં કેચ આઉટ થયો હતો.

17મી ઓવરમાં દિલ્હીની છઠ્ઠી વિકેટ પડી હતી. તોફાની બેટિંગ કરીને શિમરોન હેટમાયર આઉટ થયો હતો. તેણે 5 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 24 બોલમાં 45 રન બનાવ્યા હતા. 19મી ઓવરમાં સાતમી વિકેટ પડી હતી. અક્ષર પટેલ 8 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. 20મી ઓવરમાં 8મી વિકેટ પડી હતી. હર્ષલ પટેલ 16 રન બનાવી આઉટ થયો હતો. રાજસ્થાન વતી આર્ચરે 3 વિકેટ, કાર્તિક ત્યાગી, એન્ડ્ર્યુ અને તેવટીયાએ એક એક વિકેટ લીધી હતી.

શારજાહમાં આ સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ

દિલ્હીએ રાજસ્થાનને આપેલો ટાર્ગેટ સારજાહમાં સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ છે. આ પહેલા રમાયેલી 4 મેચમાં બેટિંગ કરનાર ટીમોએ 200થી વધારે રન બનાવ્યા હતા. આ મેદાન પર દિલ્હીએ કોલકતાને સીઝનનો સૌથી મોટો 229 રન ટાર્ગેટ આપ્યો હતો.

રાજસ્થાન રોયલ્સની ટીમ: સ્ટીવ સ્મિથ, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, મહિપાલ લોમરોર, રાહુલ તેવટીયા, એન્ડ્ર્યુ, શ્રેયસ ગોપાલન, જોફ્રા આર્ચર, કાર્તિક ત્યાગી, વરુણ એરોન.

દિલ્હી કેપિટલ્સની ટીમ: શ્રેયસ ઐયર, ઋષભ પંત, પૃથ્વી શો, શિખર ધવન, શિમરોન હેટમાયર, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી

દિલ્હીના ઋષભ પંત 15 કરોડ અને શિમરોન હેટમાયર 7.75 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘા ખેલાડી છે, જ્યારે રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.

આ મેદાન પર આ મેચ પહેલા કુલ ટી 20: 13

પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 9
પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી: 4
પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 149
બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 131

દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે આજ સુધી ફાઇનલ રમ્યું નથી; રાજસ્થાને 1 વાર ટાઇટલ જીત્યું દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે હજી સુધી ફાઇનલ રમી શકી નથી. જો કે, ટૂર્નામેન્ટની શરૂઆતી બે સીઝન (2008, 2009)માં દિલ્હી સેમીફાઇનલમાં પહોંચી હતી. જ્યારે રાજસ્થાને આઈપીએલ (2208)ની પ્રથમ સીઝન પોતાના નામે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here