નવી દિલ્હી: ભાજપ નેતા મનોજ તિવારીએ સોમવારે દિલ્હીની સ્કૂલમાં થયેલા બાંધકામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામેલ છે.
તિવારીએ કહ્યું- અમે એક કૌભાંડનો ખુલાસો કરીએ છીએ. તેમાં દિલ્હીના સીએમ અને ડેપ્યૂટી સીએમ સામેલ છે. એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, સ્કૂલોના નિર્માણ માટે અંદાજે રૂ. 2,000 કરોડ આપવામાં આવ્યા છે જ્યારે હકીકતમાં આ બાંધકામ રૂ. 892 કરોડમાં થઈ શકે છે. 34 કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું છે. જેમાં કેજરી અને સિસોદિયાના સંબંધીઓ પણ સામેલ છે.
આ ટેક્સનો દુરઉપયોગ- તિવારીઃ મનોજ તિવારીએ કહ્યું કે, આજે ઘર ખરીદવામાં પણ 1500 રૂપિયા પર સ્કેવર ફૂટનો ભાવ ચાલે છે. પરંતુ કેજરીવાલ સરકાર 8800 રૂપિયા સ્કેવર ફૂટના ભાવે બાંધકામ કરી રહી છે. આ દિલ્હીની જનતાના ટેક્સનો દૂરઉપયોગ છે. સારામાં સારી હોટલનો રૂમ પણ 5,000 રૂપિયા સ્કેવર ફૂટથી વધારે મોંઘો નથી થતો પરંતુ દિલ્હી સરકાર તેના બાંધકામ માટે આટલો બધો ભાવ આપી રહી છે.