Wednesday, October 20, 2021
Homeદેશદિલ્હી : રસ્તાઓ પર કિન્નરો વચ્ચે લોહીયાળ સંઘર્ષ

દિલ્હી : રસ્તાઓ પર કિન્નરો વચ્ચે લોહીયાળ સંઘર્ષ

દિલ્હીના સબ્જી મંડી વિસ્તારના રોશના રોડ પર મંગળવારે અચાનક જ કિન્નરોના એક જૂથે અન્ય જૂથ પર જીવલેણ હુમલો કરી દેતા અફરા તફરીનો માહોલ બની ગયો હતો. આ દરમિયાન 3 કિન્નર ઘાયલ થઈ ગયા હતા. કિન્નરોના એક જૂથે તહેવારોની શુભેચ્છા લેવા ગયેલા અન્ય જૂથ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

કિન્નર સોનાના કહેવા પ્રમાણે તહેવારોને લઈ તેઓ વધાઈ લેવા ગયા હતા તે સમયે અચાનક જ કિન્નરોના અન્ય જૂથે તેમના પર હુમલો કરી દીધો હતો. સોનાના કહેવા પ્રમાણે પહેલા તે લોકોએ મરચાંની ભૂકી ફેંકી હતી અને પછી બેલ્ટ, હોકી, ચાકૂ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

એટલું જ નહીં, એવો આરોપ છે કે, અન્ય જૂથના કિન્નરોએ સોનાને રસ્તા વચ્ચે નગ્ન કરીને બેલ્ટ વડે નિર્દયતાથી માર માર્યો હતો. આશરે એક કલાક સુધી આ હંગામો ચાલ્યો હતો અને લોકો તમાશો જોતા રહ્યા હતા. 100 નંબર પર કોલ કરવા છતાં પીસીઆર પણ નહોતી પહોંચી. કિન્નર સોનાના કહેવા પ્રમાણે તેના જીવને જોખમ છે અને પોલીસે પણ કોઈ કાર્યવાહી નથી કરી.

સોના સાથે તહેવારોની વધાઈ ઉઘરાવવા ગયેલી સ્વાતિ નામની કિન્નરના કહેવા પ્રમાણે અચાનક જ ત્રણેય પર મરચાંની ભૂકી ફેંકીને બેલ્ટ-ચાકૂ વડે હુમલો શરૂ કરી દેવામાં આવ્યો હતો. તે બંનેની ગુરૂ નાજિરાના કહેવા પ્રમાણે પહેલા પણ તેમના પર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ પ્રમાણે પોલીસે તેમની ફરિયાદ પણ ન લખી અને જાતે જઈને એમએલસી કરાવવા કહ્યું. આ ઉપરાંત કિન્નરોના અન્ય જૂથે ત્રણેયના પૈસા, મોબાઈલ અને જ્વેલરી લૂંટી લીધા હોવાનો પણ આરોપ લગાવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments