IPL 2020 : દિલ્હી કેપિટલ્સએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ને 59 રનથી હાર આપી : કોહલીએ તોડ્યો કોરોના નિયમ.

0
0

IPLની 13મી સિઝનની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)ને 59 રનથી હાર આપી છે. આ IPLમાં બેંગ્લુરુ સામે દિલ્હીની સૌથી મોટી જીત છે. આ અગાઉ દિલ્હીએ બેંગ્લુરુને 2010માં 37 રનથી હાર આપી હતી. આ જીત સાથે જ દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે. માર્ક્સ સ્ટોઈનિસ (53 રન નોટઆઉટ) અને કગિસો રબાડા (4 વિકેટ) જીતના હિરો રહ્યા.

ટોસ હાર્યા બાદ બેટીંગ કરવા ઉતરેલી દિલ્હીએ બેંગ્લુરુને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બેંગ્લુરુએ 9 વિકેટ ગુમાવી 137 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે 43 રન બનાવ્યા હતા. રબાડા ઉપરાંત દિલ્હી માટે એનરિચ નોર્તજેએ 2 વિકેટ લીધી.

પાવરપ્લેમાં બેંગ્લુરુએ 3 વિકેટ ગુમાવી

બેંગ્લુરુની શરૂઆત સારી રહી ન હતી. ટીમની 3 વિકેટ પાવરપ્લેમાં જ પડી ગઈ હતી. ઓપનર દેવદત્ત પડિક્કલ અને એરોન ફિંચ કઈ ખાસ કરી શક્યા નહીં. પડિક્કલને રવિચંદ્રન અશ્ચિનને આઉટ કર્યો. ત્યારબાદ એરોન ફિંચ પણ અક્ષર પટેલના બોલ પર ઋષભ પંતને કેચ આપી બેઠો. ત્યારબાદ એબી ડિવિલિયર્સ 9 રન બનાવી એનરિચ નોર્તજેના બોલ પર આઉટ થયો હતો.

દિલ્હીએ બનાવ્યા 4 વિકેટ પર 196 રન

આ અગાઉ દિલ્હીએ 4 વિકેટ પર 196 રન બનાવ્યા. દિલ્હી માટે માર્કસ સ્ટોઈનિસે સૌથી વધારે નોટઆઉટ 53 રન બનાવ્યા. IPLમાં આ તેમની ત્રીજી ફિફ્ટી છે. આ ઉપરાંત ઋષભ પંતે પણ 37 રન બનાવ્યા. બન્ને વચ્ચે ચોથી વિકેટની ભાગીદારીમાં 89 રન જોડ્યા હતા. શિમરોન હેટમાયરે 11 રન બનાવી નોટઆઉટ રહ્યો. જ્યારે બેંગ્લુરુનો મોહમ્મદ સિરાજે 2 જ્યારે ઈસુરુ ઉડાના તથા મોઈન અલીએ 1-1 વિકેટ ઝડપી હતી.

દિલ્હી માટે 68 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ

દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ તેમની ટીમોની શાનદાર શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે 68 રનની ભાગીદારી થઈ હતી. શોએ 23 બોલમાં 42 રન બનાવ્યા. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. ત્યારબાદ શિખર ધવન (32) રન બનાવી ઉદાનાએ મોઈન અલીના હાથે ઝીલાવી દીધો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર 11 રન બનાવી આઉટ થયો. તેણે મોઈન અલીને આઉટ કર્યો. દેવદત્ત પડિક્કલે બાઉન્ટ્રી પર એક શાનદાર કેચ પકડ્યો હતો.

કોહલીએ કોરોનાનો નિયમ તોડ્યો

દિલ્હી સામે વિરાટ કોહલીએ કોરોનાનો નિયમ તોડ્યો હતો. દિલ્હીની ઈનિંગ દરમિયાન તેણે ભૂલથી બોલ પર લાળ લગાવી દીધી હતી. ત્યારબાદ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અગાઉ રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ કોરોનાનો નિયમ તોડ્યો હતો. કોરોનાને લીધે ICCએ બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ મુક્યો છે. દરેક ઈનિંગમાં ટીમને લાળ લગાવવાને લઈ બે વખત વોર્નિંગ આપવામાં આવે છે. ત્રીજી વખત દંડ તરીકે સામેની ટીમને 5 રન આપવામાં આવે છે.

આ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને દિલ્હી કેપિટલ્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ.એડમ જમ્પાની જગ્યાએ મોઈન અલી તથા ગુરકીરત સિંહ માનની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન મળ્યુ છે. જ્યારે દિલ્હીમાં ઈજાગ્રસ્ત અમિત મિશ્રાની જગ્યાએ અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. દિલ્હીની ટીમ મેચમાં નવી જર્સી સાથે ઉતરી છે.

બન્ને ટીમોએ સિઝનમાં 3-3 મેચ જીતી

IPLની આ સિઝનમાં દિલ્હી અને બેંગ્લુરુએ 3-3 મેચ જીત્યા છે. દિલ્હીએ તેની ગત મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને બેંગ્લુરુએ ગત મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હાર આપી હતી.

સિઝનમાં બન્ને ટીમો સુપર ઓવર રમી અને જીત મેળવી

સિઝનમાં બેંગ્લુરુ અને દિલ્હી બન્નેએ 1-1 સુપર ઓવર રમ્યા અને જીત્યા છે. દિલ્હીની કિંગ્સ ઈલેવન પંજાબ તથા બેંગ્લરુએ મુંબઈ ઈન્ડિયન્સને હાર આપી હતી. બન્ને સુપર ઓવર દુબઈમાં જ રમાઈ હતી.

બન્ને ટીમોના સૌથી મોંઘા પ્લેયર્સ

RCBમાં કેપ્ટન વિરાટ કોહલી સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સિઝનના રૂપિયા 17 કરોડ આપશે. ત્યારબાદ ટીમમાં એબી ડિવિલિય્સનું નામ આવે છે, જેને આ સિઝનમાં 11 કરોડ રૂપિયા મળશે. આ ઉપરાંત દિલ્હીમાં ઋષભ પંત 15 કરોડ તથા શિમરોન હેટમાયર 7.75 કરોડ રૂપિયા કિંમત સાથે સૌથી મોંઘા ખેલાડી છે.

કોહલી, ડિવિલિયર્સ અને પડિક્કલ પર જવાબદારી

RCBના ઓપનર દેવદત્ત પડિક્કલ શ્રેષ્ઠ ફોર્મમાં છે. સિઝનમાં અત્યાર સુધી તે 3 વખત અડધી-સદી ફટકારી ચુક્યો છે.એબી ડિવિલિયર્સ પણ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ પણ ગત મેચરમાં શાનદાર 72 રન ફટકારી નોટઆઉટ રહ્યો હતો. આ સંજોગોમાં આ ત્રણેય મેચમાં પણ આ ત્રણેય ખેલાડી પર ટીમની બેટિંગ ઓર્ડરમાં મહત્વની જવાબદારી રહેશે.

દિલ્હીમાં પૃથ્વી, ઋષભ અને અય્યર સારા ફોર્મમાં

દિલ્હીનો ઓપનર પૃથ્વી શો શાનદાર ફોર્મમાં છે. ઋષભ પંતના બેટથી પણ સારા રન નિકળી રહ્યા છે. બીજી બાજુ કેપ્ટન શ્રેયસે અય્યરને ગત મુકાબલામાં 88 રનની શ્રેષ્ઠ પારી રમ્યા હતા. જો આ ત્રણેયના બેટ ચાલશે તો દિલ્હી માટે જીત બિલકુલ સરળ થઈ શકે છે.

આ મેદાન પર કુલ T-20:61

પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતીઃ 34
પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતીઃ 26
પ્રથમ ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ144
બીજી ઈનિંગમાં ટીમનો સરેરાશ સ્કોરઃ122
દિલ્હી અત્યાર સુધી ફાઈનલ રમી નથી, બેંગ્લુરુને પણ ટ્રોફી જીતવાની પ્રતિક્ષા
। દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જે અત્યાર સુધીમાં ફાઈનલ રમી શકી નથી. જોકે, દિલ્હી ટૂર્નામેન્ટની શરૂઆતી બન્ને સિઝન (2008-2009)માં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી. તે RCBએ વર્ષ 2009માં અનિલ કુંબલે તથા વર્ષ 2011માં ડેનિયલ વિટોરીની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલ રમ્યુ હતું. વર્ષ 2016માં વિરાટની કેપ્ટનશીપ હેઠલ ટીમ ફાઈનલમાં પહોંચી હતી.

IPLમાં RCBનો સક્સેસ રેટ દિલ્હીની તુલનામાં સારો

લીગમાં RCBનો સક્સેસ રેટ (47.79 ટકા) દિલ્હી (44.41 ટકા)થી સારો છે. બેંગ્લુરુ અત્યાર સુધી કુલ 185 મેચ રમી ચુક્યુ છે. 87 મેચમાં જીત જ્યારે 94 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 મેચના પરિણામ આવી શક્યા નથી. દિલ્હી કુલ 181 મેચ રમી છે. 80માં જીત અને 99 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2 મેચના પરિણામ આવ્યા નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here