IPL 2020 : આજે બપોરે 3.30 વાગે દિલ્હી કેપિટલ્સ VS કોલકત્તા નાઈટ રાઈડર્સ.

0
6

પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે બિરાજમાન દિલ્હી કેપિટલ્સ આજે બેંગ્લોર સામે કંગાળ પ્રદર્શનથી નાસીપાસ થઈ ગયેલી કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે મેદાને પડવાની છે. દિલ્હીના બેટધર શિખર ધવન અત્યારે ફૂલ ફોર્મમાં છે અને તેણે બન્ને મેચમાં સદી ફટકારી છે પરંતુ અન્ય બેટસમેનોની નિષ્ફળના ટીમ માટે ચિંતાનો વિષય બની છે. યુવા ખેલાડી પૃથ્વી શોએ જવાબદારી સાથે બેટિંગ કરવી પડશે. શો પાછલી ચાર ઈનિંગમાંથી બે ઈનિંગમાં તો ખાતું પણ ખોલાવી શક્યો નથી.

કેપ્ટન શ્રેયસ અય્યર માંસપેશીઓના ખેંચાણ પહેલાં જે પ્રકારે બેટિંગ કરી રહ્યો હતો તેવી બેટિંગ હવે કરી શક્યો નથી. ઈજામાંથી બહાર આવ્યા બાદ ઋષભ પંત પણ પાછલા મેચમાં ક્રિઝ પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જ્યારે બોલિંગમાં આજે કેગીસો રબાડા અને નોર્ખિયાની જોડીએ ફરી કમાલ કરી બતાવવી પડશે. કેકેઆરની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ શરમજનક પ્રદર્શન બાદ આ મેચમાં ઉતરશે. બેંગ્લોર સામે કલકત્તા માત્ર 84 રન જ બનાવી શકી હતી જેના કારણે ટીમનું મનોબળ તૂટી ગયું છે. કેકેઆરના અત્યારે 10 પોઈન્ટ છે અને તે ચોથા ક્રમે છે પરંતુ ઓઈન મોર્ગનની આગેવાનીવાળી ટીમ કલકત્તાએ પ્લેઓફમાં ટકી રહેવા માટે આજનો મેચ જીતવો જ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here