SRH vs DC : દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
0

IPLની 13મી સીઝનની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ પોતાની ટીમમાં 1 ફેરફાર કર્યો છે. આવેષ ખાનની જગ્યાએ અનુભવી ઇશાંત શર્માને ટીમમાં જગ્યા મળી છે. ઇશાંત ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચોમાં રમ્યો નહોતો. જયારે હૈદરાબાદે પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મોહમ્મદ નાબી અને રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેન વિલિયમ્સન અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું છે.

દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને ઇશાંત શર્મા

દિલ્હી પાસે આ મેચ જીતીને સીઝનમાં જીતની હેટ્રિક લગાવવાની તક છે. આ પહેલા દિલ્હી 2009માં પોતાની પ્રથમ 3 મેચ જીત્યું હતું, ત્યારે તેણે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે, સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં પહેલી બંને મેચ હારીને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે છે. બીજી તરફ, દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડીઓ

દિલ્હીમાં ઋષભ પંત 15 કરોડ અને શિમરોન હેટમાયર 7.75 કરોડની કિંમત સાથે સૌથી મોંઘા ખેલાડી છે. જ્યારે હૈદરાબાદનો સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેણે ફ્રેન્ચાઈઝ એક સીઝન માટે 12.5 કરોડ રૂપિયા આપે છે. બીજા ક્રમે મનીષ પાંડે છે જેને 11 કરોડ રૂપિયા મળે છે.

પોઇન્ટ ટેબલમાં દિલ્હી ટોપ પર, હૈદરાબાદ સૌથી નીચે

આ સીઝનમાં દિલ્હી પોતાની બંને મેચ જીત્યું છે. પ્રથમ મેચમાં તેણે પંજાબેને સુપર ઓવરમાં હરાવ્યું. જ્યારે, બીજી મેચમાં તેણે ચેન્નાઈને હરાવ્યું. બીજી તરફ, હૈદરાબાદનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેણે પહેલી બંને મેચ ગુમાવી છે. પોઈન્ટ્સ ટેબલમાં દિલ્હી ટોપ પર અને હૈદરાબાદ સૌથી નીચે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here