દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કિસાન મહાપંચાયતને સંબોધન કર્યુ

0
5

ત્રણે કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ, રાલોદ બાદ હવે આમ દમી પાર્ટીએ પણ કિસાન મહાપંચાયતની શરુઆત કરી છે. જેના ભાગરુપે આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં દિલ્હી બાયપાસ નજીક કિસાન મહાપંચાયતનું યોજન કર્યુ હતું. જેમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યુ હતું. પોતાના સંબોધનમાં તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ત્રણે કૃષિ કાયદા ખેડૂતો માટે ડેથ વોરંટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેટલાક મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા બનાવ્યા છે. જેનાથી ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવશે. ખેડૂતો પોતાના ખેતરમાં મજૂર બની જશે. આ કરો યા મરોની લડાઇ છે.

કેજરીવાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે ખેડૂત આંદલન દરમિયાન રાકેશ ટિકૈત રડા રહ્યા હતા ત્યારે મારાથી તે જોવાયુ નહોતું. તેમણે કહ્યું કે ખેડૂતોને લાકડીઓથી મારવામાં આવ્યા, રસ્તા પર ખીલા ખોદવામાં આવ્યા. આટલી હેરાનગતિ તો અંગ્રેજોએ પણ નહોતી કરી. ભાજપે તો અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા છે. હવે તેઓ ખેડૂતો પર ખોટા કેસ કરી રહ્યા છે.

લાલ કિલ્લાનું આખું કાંડ આ લોકે જાતે કરાવ્યું છે. મારા પાસે જે લોકો આવ્યા તેમણે કહ્યું કે લોકોએ જાણીજોઇને ખેડૂતોને લાલ કિલ્લા પર મોકલ્યા. જે લોકોએ લાલ કિલ્લા પર ઝંડા ફરકાવ્યા તેઓ તેમના પોતાના કાર્યકર્તાઓ હતા. ખેડૂતો કોઇ પણ હોઇ શકે છે પરંતુ દેશદ્રોહી ના હોઇ શકે. આજે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોને આતંકવાદી કહી રહી છે.

છેલ્લા 70 વર્ષમાં દેશમાં જે કિ પાર્ટીની સરકાર આવી તેમણે બધાએ ખેડૂતો સાથે છલ કર્યુ છે. ખેડૂતોએ તો માત્ર પોતાના પાકની યોગ્ય કિંમત જ માંગી છે, જે હજુ પમ તેમને મળતી નથી. દરેક પાર્ટીના ઘોષણાપત્રમાં ખેડૂતોની વાત થાય છે, પરંતુ તેને પુરી કરવામાં આવતી નથી. જો ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળતી તો તેમને લોન લેવાની જરુર ના પડત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here