દિલ્હી ચૂંટણીઃ ભાજપનો ભાર હજુ શાહ જ ઉપાડે છે

0
20

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે વાતાવરણ ભલે સામાન્ય હોય પરંતુ રાજનૈતિક ગરમાવો ચોક્કસ દેખાઈ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ આનું એક ઉદાહરણ છે.

ભાજપ માટે તેઓ દિવસમાં 3 થી 4 રેલીઓ કરી રહ્યા છે. રોડ શો અલગથી કરે છે. ત્યારબાદ પણ તેઓ રાત્રે 2 વાગ્યા સુધી દિલ્હી સ્થિત પાર્ટીની ઓફિસમાં કાર્યકર્તાઓથી આગળની રણનીતિ પર ચર્ચા કરે છે.

અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના ચૂંટણી પ્રચારમાં બેકસીટ પર છે. તેમણે અત્યારસુધી માત્ર એક રેલી કરી છે કે જે દિલ્હીના રામલીલા મેદાનમાં થઈ. આમાં તેમણે એનઆરસી અને સીએએ પર વિપક્ષને ઘેરતા પ્રહારો કર્યા હતા. ત્યાર બાદથી દિલ્હી ચૂંટણી પ્રચારની કમાન અમિત શાહના હાથમાં છે.શાહ રેલીઓની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. પોતાની સાયબ ચીમ પર પણ તેઓ નજર રાખે છે.

ખાસ કરીને આમ આદમી પાર્ટીના કેમ્પેઈનનો જવાબ આપનારી ટીમ સાથે અમિત શાહનો સીધો સંપર્ક છે. હવે 2 ફેબ્રુઆરીના રોજ શાહ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે સીધો સંપર્ક કરશે. શાહનું દિલ્હીમાં આટલું એક્ટિવ હોવું તે ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીની યાદ અપાવે છે. ત્યાં પણ તેમણે કેમ્પેઈન સાથે પાર્ટી કેડર સાથે સારો સમય વિતાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here