દિલ્હી સરકારે કેન્દ્ર પાસે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી, સિસોદિયાએ કહ્યું-અમે કેન્દ્રીય નાણાં પ્રધાનને ચિઠ્ઠી લખી

0
4

નવી દિલ્હી. કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકારે કેન્દ્ર પાસે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાસે સ્ટાફને વેતન આપવા માટે પણ પૈસા નથી. તેમણે કહ્યું કે આ માટે અમે કેન્દ્રીય નાણાં પ્રધાનને ચિઠ્ઠી લખી છે.

તેમણે કહ્યું કે કોરોના અને બાદમાં લોકડાઉનને લીધે દિલ્હી સરકારનું ટેક્સ કલેક્શન લગભગ 85 ટકા ઘટી ગયુ છે. માટે અમારે મદદની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર તરફથી અન્ય રાજ્યોને જારી આપદા રાહત ફંડમાંથી દિલ્હીને કોઈ જ રકમ મળી નથી.

અમારે 7 હજાર કરોડ રૂપિયાની જરૂર છે

તેમણે કહ્યું કે અમારે દિલ્હી સરકારના રેવન્યૂ અને તેમના લઘુત્તમ ખર્ચની સમિક્ષા કરી છે. વેતન અને ઓફિસ ખર્ચ માટે ઓછામાં ઓછા રૂપિયા 3500 કરોડ રૂપિયા પ્રત્યેક મહિને જરૂર પડે છે. છેલ્લા બે મહિનાથી GST કલેક્શન ફક્ત રૂપિયા 500 કરોડ રહ્યું છે. અન્ય સોર્સ મારફતે સરકારને રૂપિયા 1735 કરોડ મળ્યા છે. જ્યારે બે મહિના માટે અમારે રૂપિયા 7 હજાર કરોડની જરૂર છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here