Friday, March 29, 2024
Homeકોરોના ઈન્ડિયા : 4.12 લાખ કેસ, દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબીયતમાં...
Array

કોરોના ઈન્ડિયા : 4.12 લાખ કેસ, દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબીયતમાં સુધારો, ઓક્સિજન લેવલ પણ સુધર્યું

- Advertisement -

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમણની ગતિ દિવસે દિવસે વધી રહી છે. અત્યાર સુધી 4 લાખ 12 હજારથી વધુ દર્દીઓ કોરોનાના સંકજામાં આવ્યા છે અને 13 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. માત્ર 8 દિવસમાં જ સંક્રમિતોનો આંકડો 3 થી 4 લાખ થયો છે. શનિવારે રેકોર્ડ 15,893 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. બીજી બાજુ પ્લાઝ્મા થેરાપી બાદ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને તાવ ઓછો થઈ ગયો છે અને ઓક્સિજનનું સ્તર પણ યોગ્ય છે. ડોક્ટરનું કહેવું છે કે ગઈકાલ સુધી તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

તો બીજી બાજુ દિલ્હીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાનીમાં સતત ત્રીજા દિવસે 9 હજારથી વધારે કેસ વધ્યા છે. શનિવારે રેકોર્ડ 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ પહેલા 19 જૂને 3137 અને 18 જૂને 2877 કેસ સામે આવ્યા હતા. દિલ્હીમાં ગઈકાલે રેકોર્ડ 77 લોકોના મોત થયા હતા.

આ આંકડો એક દિવસમાં પોઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં અમેરિકા અને બ્રાઝીલ પછી સૌથી વધારે દર્દી ભારતમાં જ મળ્યા છે. અમેરિકામાં શનિવારે31,154 જ્યારે બ્રાઝિલમાં 29,011 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઈ હતી. સાથે જ મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3,874 સંક્રમિત મળ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં 3,630 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

 અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 15413 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 306 દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 10 હજાર 461 થઈ ગઈ હતી. જેમાં 1 લાખ 69 હજાર 451 એક્ટિવ કેસ છે. સાથે જ 2 લાખ 27 હજાર 756 લોકો સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 13,254 લોકોના મોત થયા છે.
  • કોરોના વાઈરસની અસર આ વખતે કાંવડ યાત્રા પર પણ પડી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કાંવડ યાત્રા પર ચર્ચા થઈ હતી. જેમાં નક્કી કરાયું હતું કે કાંવડ યાત્રા આ વખત નહીં કરવામાં આવે.દિલ્હી, રાજસ્થાન અને પંજાબના મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરીને સહમતી લેવામાં આવશે.

પાંચ દિવસમાં સૌથી વધારે સંક્રમણના કેસ

તારીખ કેસ
20 જૂન 15898
19 જૂન 14721
18 જૂન 13826
17 જૂન 13107
13 જૂન 12031

માત્ર 8 દિવસમાં એક લાખ દર્દી વધ્યા 

શનિવારે રાતે સંક્રમિતોનો આંકડો 4 લાખને પાર થઈ ગયો હતો.માત્ર 8 દિવસમાં જ સંક્રમિતોનો આંકડો 3 થી 4 લાખ થયો છે. શનિવારે રેકોર્ડ 15,893 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં શનિવારે 142 દર્દી મળ્યા હતા. ઈન્દોરમાં 42 અને ભોપાલમાં 20 નવા કેસ સામે આવ્યા હતા. સાથે જ દેવાસમાં 14, જબલપુરમાં 06 અને ગ્વાલિયરમાં 08 દર્દી મળ્યા હતા. જેમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ સકચેલા પણ સામેલ છે. ઈન્દોરમાં સંક્રમિતોની સંખ્યા 4288 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ શનિવારે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધારે 3874 દર્દી મળ્યા હતા, જ્યારે 160 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1,28,205 થઈ ગઈ છે. સાથે જ આ વાઈરસથી મૃતકઆંક 5984 થઈ ગયો છે. મુંબઈમાં 1197 કેસ સામે આવ્યા હતા, જ્યારે 136 દર્દીઓના મોત થયા હતા.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં શનિવારે કોરોનાના 541 દર્દી મળ્યા હતા, જ્યારે 22 લોકોના મોત થયા હતા હાપુડમાં 65, કાનપુરમાં 55, ગાઝિયાબાદમાં 35, લખનઉમાં 27, મેરઠમાં 19, જૌનપુરમાં 16 સંક્રમિત મળ્યા હતા. પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, શુક્રવારે રાજ્યમાં 14048 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 5 લાખ 42 હજાર 972 ટેસ્ટ કરાઈ ચુક્યા છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં શનિવારે 381 કેસ સામે આવ્યા હતા, જ્યારે 4 દર્દીઓના મોત થયા હતા. ભરતપુરમાં 71, જોધપુરમાં 56, જયપુરમાં 44, ધૌલપુરમાં 40, સિરોહી અને ચુરુમાં 18-18 જાલૌરમાં 12, બીકાનેરમાં 11 દર્દી મળ્યા હતા. રાજ્યમાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવવા અંગે દર્દીને 2200 રૂપિયા જ આપવા પડશે.

બિહારઃરાજ્યમાં શનિવારે 213 કોરોના પોઝિટિવ મળ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, પટનામાં 23, મધુબનીમાં 16, મુંગેરમાં 09, સીવાનમાં 07, ભાગલપુરમાં 04, કટિહારમાં 20, સમસ્તીપુરમાં 15, દરભંગામાં 11, મુઝફ્ફપુરમાં 5 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી આ વાઈરસથી 49 લોકોના મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular