દિલ્હી: PM મોદીની રેલીમાં આતંકી હુમલાની આશંકાને લઈને IBએ SPGને અલર્ટ જાહેર કર્યું-સૂત્ર

0
16

નવી દિલ્હી: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એક વિશાળ રેલીને સંબોધવાના છે. આ રેલીને લઈને આઈબી(IB) એ એસપીજી (SPG) ને અલર્ટ જાહેર કર્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ રેલીમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે.

આ સૂચના મળ્યા બાદ રામલીલા મેદાન અને તેની આજુબાજુ સુરક્ષાના અભૂતપૂર્વ ઈન્તેજામ કરવામાં આવ્યાં છે. રામલીલા મેદાન જનારા તમામ માર્ગો પર સીસીટીવીથી નિગરાણી કરવામાં આવી રહી છે. રામલીલા મેદાનની આસપાસ ઈમારતો ઉપર પણ સુરક્ષા દળોને તૈનાત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here