દિલ્હી : અરવિંદ કેજરીવાલે મોટી ઘોષણા કરતા કહ્યું કે, હવે દરરોજ સવા લાખ રસી લગાવવામાં આવશે

0
3

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ બેકાબુ થઇ ગયો છે, કોરોનાનાં નવા દર્દીઓ વધી રહ્યા છે, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં સ્થિતી ભયાનક બનતી નજરે પડી રહી છે, કોરોના સંક્રમણમાં વેગ આવતો જોઇને દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઇમર્જન્સિ બેઠક બોલાવી છે, ત્યાં જ મહારાષ્ટ્રમાં એક જ સ્કુલમાં 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થઇ ગયા છે. ત્યાર બાદ સ્કુલને સીલ કરી દેવામાં આવે છે.

દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે મોટી ઘોષણા કરતા કહ્યું કે દિલ્હીમાં હવે દરરોજ સવા લાખ રસી લગાવવામાં આવશે, તેમણે કહ્યું કે આ પહેલા 30થી 40 હજાર રસી લગાવવામાં આવી રહી હતી, કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 3 દિવસોમાં કોરોનાનાં કેસમાં વૃધ્ધી જોવા મળી રહી છે, પરંતું ડરવાની જરૂર નથી, અમે સ્થિતી પર નજર રાખી રહ્યા છિએ, અને નિષ્ણાતોની સલાહ લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here