- Advertisement -
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે સુક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ દિવસ 2019 સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગડકરીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર(અંદાજે 345 લાખ કરોડ રૂપિયા)ની પાર હોય. મોદીનું આ સપનું ત્યારે જ પુરુ થશે , જ્યારે આપણે સૌ મળીને આ તમામ નાના મોટા ઉદ્યોગો MSME વધારવા માટે જોર આપીશું અને મળીને કામ કરીશું.
યોગ્ય બજાર બનાવવા માટે પોર્ટલ બનાવીશુંઃ
- ગડકરીએ કહ્યું કે, અમારો પ્રયાસ છે કે આવાનારા વર્ષોમાં MSMEનું દેશના GDPમાં 50% યોગદાન રહ્યું છે, જે વર્તમાનમાં 29% છે. અમે એ સુનિશ્વિત કરીશું કે આ સેક્ટરના માધ્યમથી 15 કરોડથી વધારે યુવાનોને રોજગાર મળે. હાલમાં આ સેક્ટરમાં 11.1 કરોડ લોકો કાર્યરત છે.
- કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ સેક્ટરમાં યુવાનોના ભાગીદાર થવાની સાથે રિસર્ચ અને નવા પ્રયોગો ઘણા જરૂરી છે. અમે વિકાસ માટે વૈશ્વિક સ્તરે વિકસીત નવી ટેકનોલોજીને પણ આ સેક્ટરમાં સમાવેશ કરવો પડશે.
- ગડકરીએ કહ્યું કે, અમે એક નવી વેબસાઈટ બનાવવા વિશે વિચારી રહ્યાં છી, જ્યાં યુવાનો પોતાના વિચાર અને નવું સંશોધન સરકાર સામે મુકી શકે. અમે એક એવી બેન્ક વિકસાવીશું, જ્યાં નવા સાહસિકોને મદદ મળશે.
- નીતિન ગડકરી પ્રમાણે, મંત્રાલય અલીબાબાની જેમ એક પોર્ટલ બનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે, જેથી MSMEને મોટું અને ખુલ્લુ બજાર મળી શકે. આ પોર્ટલ પર ગ્રાહક પોતાની મનગમતી વસ્તુઓને ખરીદી શકશે. MSMEના રાજ્ય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગી પણ આ પ્રોગ્રામમાં હાજર રહેશે. MSME સચિવ અરુણ કુમાર પાંડાએ કહ્યું કે, પોર્ટલ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.