Saturday, June 3, 2023
Homeદેશદિલ્હી-NCRમાં આગામી 4 દિવસ ગરમીથી રાહત મળશે: હવામાન વિભાગ

દિલ્હી-NCRમાં આગામી 4 દિવસ ગરમીથી રાહત મળશે: હવામાન વિભાગ

- Advertisement -

દિલ્હીમાં મંગળવારનો દિવસ ખૂબ આકરો રહ્યો. ત્યાંના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયુ અને આખો દિવસ ગરમ પવન ફૂંકાયો. જોકે મંગળવારે સાંજથી જ હવામાનમાં કેટલીક રાહત જોવા મળી. હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ રાહતના અણસાર વ્યક્ત કર્યા છે. દિલ્હી, નોઈડા સહિત તેના આસપાસના વિસ્તારોમાં આજે એટલે કે 24 મે એ સવારે પણ રાહત રહી. સવારના સમયે જ સામાન્ય ઠંડો પવન ફૂંકાયો અને આકાશમાં સામાન્ય વાદળ પણ છવાયેલા છે. હવામાનના પૂર્વાનુમાન અનુસાર દિલ્હીમાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. તાપમાનમાં પણ રાહત જોવા મળશે. આઈએમડી અનુસાર દિલ્હીના સફદરજંગમાં આજે લઘુતમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જે કાલે 43 ડિગ્રી નોંધાયુ.

આ સાથે જ આગામી 4 દિવસ એટલે કે 27 મે સુધી દિલ્હીમાં ભીષણ ગરમી અને હીટવેવથી રાહત રહેશે. આજે અને કાલે વાવાઝોડા વરસાદ સિવાય 26 અને 27 મે એ વરસાદી છાંટા સાથે વાદળ છવાયેલા રહેશે અને તાપમાન ઘટીને 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. લઘુતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. નોઈડામાં પણ આજે આકાશમાં આંશિક રીતે વાદળ છવાયેલા છે. આ સાથે જ આજે વરસાદ કે વાદળ ગર્જના સાથે છાંટા કે ધૂળ ભરેલા વાવાઝોડાની સંભાવના છે. નોઈડાના તાપમાનમાં પણ આજે ઘટાડો નોંધાઈ શકે છે. આજે ત્યાં લઘુતમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે, જે કાલે 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

રાહતની વાત એ છે કે નોઈડામાં આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ વરસાદ અને પછી બે દિવસ વરસાદી છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ 42 ડિગ્રીની પાસ પહોંચેલુ તાપમાન અમુક દિવસ સુધી 36 ડિગ્રી પર આવી જશે. જે ગરમ પવન અને ભીષણ ગરમીથી લોકોને રાહત અપાવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરની તરફ સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પસાર થવા અને મેદાની વિસ્તારોમાં ગરમીથી ચાલતા સર્ક્યુલેશનથી હવામાન બદલાઈ રહ્યુ છે. જેનાથી આગામી 5-6 દિવસ માટે આરામદાયક સ્થિતિ બની રહેશે. મે મહિનાના બાકીના દિવસોમાં પારાનું સ્તર 6-8 ડિગ્રી સુધી ઘટશે અને સામાન્યથી નીચે રહેશે. યુપી-બિહારના કેટલાક વિસ્તારોમાં મંગળવારથી જ આની અસર જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular