દિલ્હી : કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહેલા પોલીસે ડ્યુટી માટે પોસ્ટપોન કર્યા દીકરીના લગ્ન

0
3

દેશમાં કોરોનાવાઈરસનો કહેર યથાવત છે. સતત કોરોના કેસનો આંકડો અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ દરમિયાન અનેક લોકોની માનવતાના ઉદાહરણ સામે આવ્યા. દિલ્હીમાં 56 વર્ષીય પોલીસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર રાકેશ કુમાર છેલ્લા ઘણા દિવસથી કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. રાકેશ કુમારની દીકરીના લગ્ન 7મેના રોજ થવાન હતા પણ ડ્યુટીને લીધે રાકેશે આ લગ્ન પોસ્ટપોન રાખ્યા.

13 એપ્રિલથી રાકેશ કુમારે આશરે 50 ડેડબોડીના અંતિમ સંસ્કાર કર્યા છે અને 1100થી પણ વધારે સ્મશાન સુધી લઇ જવામાં મદદ કરી છે. રાકેશ કુમારનું આ કામ હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે. ડ્યુટીને પ્રથમ પ્રાયોરિટી આપીને તેમણે દીકરીના લગ્ન પોસ્ટપોન રાખવાનો નિર્ણય કર્યો.

દિલ્હી પોલીસે પણ સોશિયલ મીડિયા પર લખ્યું, 56 વર્ષીય ASI રાકેશ કુમાર ત્રણ બાળકોના પિતા છે. 13 એપ્રિલથી લોઢી રોડ સ્મશાનમાં તેઓ ડ્યુટી કરી રહ્યા છે. 1100થી વધારે મૃતદેહને સ્મશાન સુધી લાવ્યા અને પોતે 50 ડેડબોડીના અંતિમ સંસ્કાર કર્યા. કોવિડ ડ્યુટીમાં હાજર રહેવા માટે તેમણે દીકરીના મેરેજ પોસ્ટપોન રાખ્યા.

રાકેશ કુમારે કહ્યું, મેં આશરે 1100 લોકોની મદદ કરી છે. મેં વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે અને ડ્યુટી દરમિયાન દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યો છું. અહીં લોકોને મદદ કરવા માટે મેં દીકરીના લગ્ન પોસ્ટપોન રાખ્યા છે.

દેશમાં ચાલી રહેલા આ કપરા સમયમાં રાકેશ કુમાર જેવા અન્ય અનેક લોકો છે જેઓ દિવસ-રાત એક કરીને લોકોને મદદ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here