દિલ્હી : રામલીલા મેદાનમાં PMની રેલી પહેલાં કડક સુરક્ષા, દેશભરમાંથી પહોંચ્યા સમર્થકો

0
22

ભાજપે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની 1734 ગેરકાયદેસર કોલોનીને નિયમિત કરી, જેને લઈને પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે આજે સવારે રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીને પીએમ મોદી 12.45 વાગે સંબોધશે. આ રેલીમાં પીએમ મોદી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું બ્યૂગલ પણ ફૂંકશે. ભાજપના પદાધિકારીઓએ જણાવ્યું છે કે રેલીમાં કુલ 7 સાંસદ, 281 મંડળ અધ્યક્ષ, નિગમ અધિકારીઓ, અધ્યક્ષોની ભીડ એકત્ર કરવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. આ મંડળથી ઓછામાં ઓછા 500 લોકોને રેલીમાં લાવવાનું આયોજન છે. પાર્ટી નેતા ભારે ભીડ એકત્ર કરીને ભાજપના પક્ષમાં માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

  • ચૂંટણી પ્રચારના શ્રીગણેશ સાથે PM મોદીની ધન્યવાદ રેલી
  • રેલીના નામે શક્તિ પરિક્ષણ, સુરક્ષા એજન્સીઓ સતર્ક
  • વિરોધ વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ

સભા માટે કેવું છે આયોજન?

  • 8 ફુટ ઊંચુ, 80 ફુટ લાંબું સ્ટેજ બનાવાયું.
  • સ્ટેજ પર PMની સાથે 30 નેતાઓને મળશે સ્થાન.
  • ભાજપ 11 લાખ 50 હજાર હસ્તાક્ષરવાળો પત્ર PMને સોંપશે.
  • સમર્થકોને લાવવા માટે 2700 બસ દિલ્હીમાં દોડશે.
  • સભાના સ્થળે 200 CCTV કેમેરા લગાવવામાં આવ્યા.
  • રામલીલા મેદાનમાં 12 LED સ્ક્રીન લગાવવામાં આવી.
  • NRC અને નાગરિકતા સંશોધન એક્ટને લઈને દિલ્લીમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં આજે PM મોદીની રેલી રામલીલા મેદાનમાં હોવાથી દિલ્હી પોલીસ સતર્ક થઈ છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રેલી દરમિયાન ભારતમાં સક્રિય ISIના સ્લીપર ફાયદો ઉઠાવી શકે છે. આ દરમિયાન NRC અને CAAને લઈને ISI રેલીમાં હિંસા કરાવી શકે છે. રેલીને લઈને દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. આ સાથે જ પોલીસકર્મીઓને સિવિલ કોડમાં રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીની પરિસ્થિતિને જોઈને અન્ય રાજ્યોની પણ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ છે.દિલ્હીમાં આજે PM મોદી બપોરે 12.45 વાગ્યે રામલીલા મેદાનમાં ધન્યવાદ રેલી યોજી રહ્યા છે. આ સમયે તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના અભિયાનનું બ્યૂગલ ફૂંકશે, દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીને નિયમિત કરવાથી લગભગ 40 લાખ લોકોનો માલિકી હક મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here