દિલ્હી : ગાઝીપુર બોર્ડ પર આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા, જે જગ્યાએ પબ્લિકને આવવા-જવામાં તકલીફ પડે છે ત્યાંથી ખિલ્લાની રી-પોઝીશનિંગ

0
13

દિલ્હીની ગાઝીપુર બોર્ડર ફરી એકવાર સત્તાના કેન્દ્રમાં છે. આજે અહીં ઘણી હલચલ જોવા મળી રહી છે. વિપક્ષી નેતાઓનું એક ગ્રૂપ આજે ત્યાં પહોંચ્યું છે. તેમાં 8 રાજકીય પક્ષોના સાંસદ હતા. આ સાંસદોએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની મુશ્કેલીઓ જાણી. હવે આ સાંસદો પરત આવીને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રિપોર્ટ આપશે.

આ દરમિયાન ગાઝીપુર બોર્ડ પર આજે પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે. જોકે દિલ્હી પોલીસે ખિલ્લા અને કાંટાળી તારની લાઈનો ઢીલી કરવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, આ ફરીથી લગાવવામાં આવશે. એટલે કે હવે સ્પષ્ટ નથી કે ગાઝીપુર બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા ઓછી કરવામાં આવશે કે નહીં. જોકે દિલ્હી પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અમુક જગ્યા પર ખિલ્લાની રિ-પોઝીશનિંગ કરવામાં આવશે.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમે ગાઝીપુર બોર્ડરથી ખિલ્લા હટાવી નથી રહ્યા પરંતુ જે જગ્યાએ પબ્લિકને આવવા-જવામાં તકલીફ પડે છે ત્યાંથી અમે ખિલ્લાની રી-પોઝીશનિંગ કરી રહ્યા છે. જ્યારે ગાઝીપુર બોર્ડર પર એક પોલીસકર્મીએ જણાવ્યું છે કે, હાલ તો અમે ખિલ્લા કાઢી રહ્યા છીએ, ક્યાં અને કેવી રીતે ફરી લગાવાશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, 26 જાન્યુઆરીએ હિંસા પછી સંસદ સત્રની શરૂઆત થતાં જ ગાઝીપુર બોર્ડર પર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ મુખ્ય રસ્તાઓને બેરિકેડિંગ અને કાંટાળા તારથી રોકી લીધા હતા. તે ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં પણ કાંટાળા તાર લગાવી દેવામાં આવ્યા હતા. તેના કારણે સામાન્ય જનતાને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here