Saturday, April 20, 2024
Homeદિલ્હી : અરવિંદ કેજરીવાલ સરકારે નવા પ્રતિબંધો લાગુ કર્યા
Array

દિલ્હી : અરવિંદ કેજરીવાલ સરકારે નવા પ્રતિબંધો લાગુ કર્યા

- Advertisement -

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અરવિંદ કેજરીવાલ સરકારે નવા પ્રતિબંધો લાગુ કર્યા છે. આ પ્રતિબંધો 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. મતલબ કે દિલ્હીમાં નાઈટ કર્ફ્યુ ઉપરાંત કેટલાક વધુ પ્રતિબંધો પણ અમલી રહેશે. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે દિલ્હીમાં તમામ પ્રકારની સામાજીક, રાજકીય, રમતની, ધાર્મિક સભાઓ વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અંતિમ સંસ્કાર, લગ્નો માટે

દિલ્હીમાં અંતિમ સંસ્કાર વિધિ માટે મહત્તમ 20 લોકો જ સામેલ થઈ શકશે. જ્યારે લગ્નોમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી અપાશે.

RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ

નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવાઈ જહાજ દ્વારા મહારાષ્ટ્રથી દિલ્હી આવનારા તમામ મુસાફરોએ રાજધાનીમાં એન્ટ્રી માટે મુસાફરીથી આશરે 72 કલાક સુધી જૂના આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. મહારાષ્ટ્રથી નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર આવનારા લોકોને 14 દિવસ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. જો કે, બંધારણીય અને સરકારની મશીનરી સાથે જોડાયેલા લોકોને છૂટ આપવામાં આવશે.

ઈવેન્ટ્સ પર પ્રતિબંધ

નવા આદેશ પ્રમાણે હવે દિલ્હીમાં તમામ પ્રકારના સામાજીક, રાજકીય, રમતોના, મનોરંજનના, એકેડમીને લગતા, સાંસ્કૃતિક, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડાઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સાથે જ સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ આયોજિત કરવાની મંજૂરી મળશે પરંતુ દર્શકો નહીં જઈ શકે.

રેસ્ટોરા, બાર માટેના નિયમ

દિલ્હીમાં રેસ્ટોરા અને બાર પોતાની સીટિંગ કેપિસિટીની 50 ટકા ક્ષમતા પર કામ કરી શકશે. સિનેમા, થિએટર અને મલ્ટીપ્લેક્સ પણ 50 % ક્ષમતા સાથે જ ચાલશે. મેટ્રોના એક કોચમાં સીટિંગ કેપિસિટિના 50 ટકા લોકો મુસાફરી કરી શકશે. ઉપરાંત બસોમાં પણ એક સાથે 50 % ક્ષમતા સાથે જ મુસાફરો યાત્રા કરી શકશે.

શાળા-કોલેજ બંધ

રાજધાની દિલ્હીમાં તમામ શાળા, કોલેજીસ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે. ઓનલાઈન ક્લાસને પ્રોત્સાહન આપવામાં આવશે.

કોર્પોરેશન માટે નિયમ

નવી ગાઈડલાઈન પ્રમાણે દિલ્હી સરકારના તમામ કાર્યાલયો, પીએસયુ, કોર્પોરેશન, ઓટોનોમસ બોડી અને લોકલ બોડીમાં ગ્રેડ-1 કે તેને સમકક્ષ અધિકારી પોતાની 100 % ક્ષમતા પર કામ કરશે. જ્યારે બાકીનો સ્ટાફ 50 % ક્ષમતા સાથે કામ કરશે.

સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ, હોમગાર્ડ, ફાયર અને ઈમરજન્સી, સિવિલ ડિફેન્સ કે જિલ્લા પ્રશાસનના લોકો કોઈ પણ જાતના પ્રતિબંધ વગર કામ કરતા રહેશે. આ સાથે જ ખાનગી કાર્યાલયો, સંસ્થાઓને તેઓ પોતાના કર્મચારીઓને અલગ-અલગ સમયે બોલાવે તેવી સલાહ આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular