Friday, August 12, 2022
Homeદિલ્હીમાં મતની ટકાવારી ઘટશે છતા આપનું સ્ટીમ રોલર ફરી વળશે : સર્વેમાં...
Array

દિલ્હીમાં મતની ટકાવારી ઘટશે છતા આપનું સ્ટીમ રોલર ફરી વળશે : સર્વેમાં દાવો

- Advertisement -

દિલ્હીમાં આગામી 8મી ફેબ્રુઆરીએ થનારી વિધાનસભા ચૂંટણીમાં 2015ની ચૂંટણીનું પુનરાવર્તન થશે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું સ્ટીમ રોલર ફરી વળશે એવું એક પ્રિ પોલ સર્વેમાં સામે આવ્યું છે. ઓપિનિયન પૉલમાં એવી આગાહી કરવામાં આવી છે કે 2015નું પુનરાવર્તન થશે એટલે કે અરવિંદ કેજરીવાલનો આપ પક્ષ જંગી બહુમતી સાથે ચૂંટાઇ આવશે.

સર્વેથી બીજી એક વાત એ પણ સ્પષ્ટ થઇ છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં નથી અને મુખ્ય મુકાબલો આપ અને ભાજપ વચ્ચેજ છે. આ વાત કોંગ્રેસ પણ કદાચ સારી રીતે જાણે છે એટલે જ અત્યાર સુધી પ્રચાર સભાઓમાં પણ કોંગ્રેસના કોઇ વરિષ્ઠ નેતા રસ લેતા નથી. બીજી બાજુ ભાજપે પોતાના ટોચના નેતાઓને આ જંગમાં ઊતાર્યા હતા.
જો કે ચૂંટણી પહેલાથી જ આપનો આત્મવિશ્વાસ જબરદસ્ત નજરે પડતો હતો.

અરવિંદ કેજરીવાલ પોતે પણ સવારથી રાત સુધી પ્રચાર સભાઓ ગજાવતા રહ્યા હતા. ભાજપના સીએએ અને એનઆરસી વિરોધી હાલ જે વાતાવરણ દેશભરમાં પ્રવર્તી રહ્યું છે એનો લાભ આપ બરાબર લઇ રહ્યો હતો. આ ઓપિનિયન પૉલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે 2015માં આપને 55 ટકા મતો મળ્યા હતા. આ વખતે એની ટકાવારી ઘટવાની શક્યતા છે. 52થી 53 ટકા મતો આપને મળશે. બીજી બાજુ ભાજપને 34 ટકા મતો મળવાની શક્યતા છે. કોંગ્રેસને આ વખતે પણ બેથી ત્રણ બેઠકો મળવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular