Friday, April 26, 2024
Homeદિલ્હી અનલોક : સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરતો સાથે ખુલશે
Array

દિલ્હી અનલોક : સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરતો સાથે ખુલશે

- Advertisement -

રવિવારે દિલ્હીમાં અનલોક-6 ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી. વધુ એક સુવિધા આપતા સ્ટેડિયમ અને સ્પોર્ટસ સંકુલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અહીં કોઈ દર્શકો નહીં હોય. સિનેમા, થિયેટરો, મલ્ટિપ્લેક્સ, બેંક્વેટ હોલ, સામાજિક/રાજકીય મેળાવડા, ઓડિટોરિયમ અને શાળાઓ અને કોલેજો હજી ખોલવામાં આવશે નહીં. અગાઉ દિલ્હીમાં જિમ અને યોગા સેન્ટર ખોલવાની મંજૂર આપવામાં આવી હતી.

દિલ્હીમાં હવે આમને છૂટ આપવામાં આવી

1. યોગા કેન્દ્રો અને જિમ 50% ક્ષમતા સાથે ખોલી શકાય છે.

2. લગ્નમાં 50 લોકો સામેલ થઈ શકે છે.

3. સરકારી કચેરીઓ, સ્વાયત સંસ્થાઓ, પીએસયુ અને નિગમો 100% સ્ટાફ સાથે ખોલી શકાશે.

4. 50% સ્ટાફ સાથે ખાનગી ઓફિસો સવારે 9 થી સાંજ 5 વાગ્યા દરમિયાન ખોલી શકાશે.

5. દુકાન, રેસિડેન્સ કોમ્પ્લેક્સ, રાશન સ્ટોર્સ સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખોલી શકાશે.

6. પરવાનગી આપેલ સાપ્તાહિક બજારો 5૦% ક્ષમતા સાથે ખોલી શકાય છે.

7. સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ.

દિલ્હીમાં રવિવારે અનલોક-6 ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી.

દિલ્હીમાં રવિવારે અનલોક-6 ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી.

હજી પણ પ્રતિબંધિત છે

1. શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ કેન્દ્રો, કોચિંગ સંસ્થાઓ

2. સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો

3. સ્વિમિંગ પૂલ, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમ, એસેમ્બલી

ગત સપ્તાહે અનલોક-5 ની જાહેરાત કરવામાં આવી હતી
આ પહેલા 27 જૂને અનલોક-5 ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જિમ અને યોગ કેન્દ્રોને 50% ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી. 21 મી જૂને અનલોક-4 ની જાહેરાત કરી હતી. તેમાં પાર્ક અને બાર 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા હતા.

ડીડીએમએએ કહ્યું હતું કે બિયર બાર બપોરે 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 50% ક્ષમતાવાળા ખુલ્લા રહેશે. જ્યારે, સિનેમા હોલ, જીમ, સ્પા વગેરે ખોલવા પર 28 જૂન સવારે 5 વાગ્યા સુધી પ્રતિબંધો રહેશે. અગાઉ રાજ્ય સરકારે 14 જૂનથી કેટલીક ચીજો સિવાય અન્ય તમામ પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular