દિલ્હીની હિંસા એક ગંભીર પ્રશ્ન : અમર્ત્ય સેન

0
11

ભારત રત્ન આમર્ત્ય સેનએ એવું નિવેદન આપ્યું છે કે દિલ્હીની હિંસા એક ગંભીર પ્રશ્વ છે. પશ્ચિમ બંગાળના બોલપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું. અને તેમણે એવું પણ કહ્યું કે મહિલાઓ અને બાળકો પણ આ હિંસાના શિકાર બન્યા છે. સાંપ્રદાયિક હિંસા પર સવાલ ઉઠાવતા તેમણે એવું પણ કહ્યું કે હિંસામાં દર વખતે મહિલાઓનો કેમ ભોગ લેવાય છે. આ વિષય પર વાત કરવી જરૂરી છે.

ભારત રત્ન આમર્ત્ય સેનએ એવું નિવેદન આપ્યું છે કે દિલ્હીની હિંસા એક ગંભીર પ્રશ્વ

સાથે જ તેમણે એવું પણ કહ્યું તે સમાજમાં મહિલાઓ પાસે શક્તિના અભાવને કારણે આવી પરિસ્થિતી ઉત્પન્ન થતી હોય છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે પોલીસ તેમની ફરજ નિભાવવામાં નાપાસ રહી છે તે પણ એક ચિંતાનો વિષય છે. અમર્ત્ય સેને એવું પણ કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. આપણે બે ધર્મના લોકોને વહેચી ન શકાય. પરંતુ કોઈપણ ભારતીય નાગરીક આ વિષય પર ચિંતા કર્યા સિવાય કઈ નથી કરી શકતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here