દિલ્હી હિંસા: હાઈકોર્ટમાં આગામી સુનાવણી 13 એપ્રિલએ, કેન્દ્રએ પણ આપવો પડશે જવાબ

0
10

દિલ્હી હિંસા કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટએ ભડકાઉ ભાષણ કરનાર વિરુદ્ધ કેસ થયા છે કે નહીં તે અંગે જવાબ માંગ્યો હતો. આજની સુનાવણીમાં દિલ્હી પોલીસે કોર્ટમાં જવાબ રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો છે. તેના પર હાઈકોર્ટે 13 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.

જો કે આ સમય દરમિયાન કેન્દ્ર સરકારે ઉશ્કેરણીજનક ભાષણ અંગે રિપોર્ટ રજૂ કરવો પડશે. હવે આ કેસની આગામી સુનાવણી 13 એપ્રિલના રોજ થશે. આ સાથે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર એટલે કે ગૃહ મંત્રાલયને દિલ્હી હિંસા કેસમાં પક્ષકાર બનાવવાની અરજીને મંજૂરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here