દિલ્હીની મહિલા લીનુસિંગ સાથે શોષણ મામલે, IAS ગૌરવ દહીયા સસ્પેન્ડ

0
0

દિલ્હીની મહિલા લીનુસિંગ સાથે  શોષણ મામલે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આઇએએસ ગૌરવ દહિયાએ મહિલા સાથે લગ્ન કરીને છેતરપિંડી કરવાના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ IAS ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિને ગૌરવ દહીયા વિરુદ્ધ પુરાવા મળતા તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

તપાસ સમિતિને ગૌરવ દહીયાના નિલુસિગ સાથે  સંબંધો હતા તે અંગે કેટલાક પુરાવા મળ્યા છે. જેમાં કેટલાક ફોટા અને મોબાઈલ રેકોર્ડિંગ ના આધારે ગૌરવ દહીયા દોષી પુરવાર થાય છે. અને આથી જ યુપીએસસી ની મંજૂરી  બાદ જ ગુજરાત  સરકારે તેમણે સસ્પેન્ડ કર્યા છે. IAS ગૌરવ દહીયા, તેમના પૂર્વ પત્ની  અને લીનુસિંગ સાથે સઘન પૂછપરછ કરીને તપાસ સમિતિએ આ તમામ પુરાવા ભેગા કર્યા છે. અને અત્યારે હાલ તો તેમણે દોષી ઠેરવી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દિલ્હી સ્થિત મહિલાના લિનુસિંગ સાથે શોષણ અને છેતરપિંડીના મામલે વગોવાયેલા આઇએએસ દહિયા પોલીસની નોટિસોની સતત  અવગણના કરી રહ્યા હતા. અત્યાર સુધી ગાંધીનગર પોલીસે તેઓને હાજર થવા માટે ત્રણ વખત નોટિસ ફટકારી હતી, પરંતુ તમામ નોટિસોની ગૌરવ દહિયાએ અનાદર  કર્યો હતો. આઈએએસ દહિયાને પોલીસે ચોથી નોટિસ ફટકારી હતી. આ મામલે ગાંધીનગર એસપીએ જણાવ્યું કે, ત્રણ ત્રણ નોટિસનો અનાદર થતા આ મામલે તેઓના ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી.

2010ની બેચના IAS ગૌરવ દહિયાનીસામે દિલ્હી સ્થિત મહિલાએ શોષણ કર્યાની અરજી સેક્ટર-૭ પોલીસને આપી હતી. જેની સામે દહિયાએ મહિલા તેને બ્લેકમેઇલ કરતી હોવાની અરજી આપી હતી. આ અરજીની તપાસ મામલે મહિલાનું પોલીસે દિલ્હી જઇને નિવેદન લીધું હતું. જ્યારે દહિયાને નિવેદન માટે હાજર થવા માટે પોલીસે આ અગાઉ નોટિસ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here