કોરોના ઈન્ડિયા : 1,90,622 કેસ : કેજરીવાલની મોટી જાહેરાત- એક સપ્તાહ માટે દિલ્હીની બોર્ડર સીલ, હવે ખુલશે બધી દુકાનો

0
0

નવી દિલ્હી. દેશભરમાં અત્યાર સુધી 1,90,622 લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 5,408 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશભરમાં 91,855 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 67,665 દર્દીઓ મહારાષ્ટ્રમાં છે અહીંયા 2,286 લોકોએ જીવ ગુમાવ્યો છે. તમિલનાડુ 22,333 સંક્રમિતો સાથે બીજા નંબરે છે અહીં 176 લોકોના મોત થયા છે. સાથે જ 19,844 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે

 અપડેટ્સ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી તમામ બોર્ડર સીલ કરી દેવાશે. ત્યારબાદ લોકોના જે સૂચનો મળશે, તેના આધારે બીજો નિર્ણય લેવાશે.
  • છેલ્લા 24 કલાકમાં 1,00180 સેમ્પલની તપાસ કરાઈ, અત્યાર સુધી 38,37,207 ટેસ્ટ
  • 8 જૂનથી બિહારમાં 4500 ધાર્મિક સ્થળ ખૂલશે, મહાવીર મંદિર માટે ઓનલાઈન બુકિંગ કરાશે
  •  આજથી રોજ વધુ 200 ટ્રેન દોડશે
  • દિલ્હી-નોઈડાની બોર્ડર હજુ પણ બંધ, જામ જેવી સ્થિતિ

દેશમાં કોરોનાની સ્થિતિ 

રાજ્ય કેટલા સંક્રમિત મળ્યા કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 67655 29329 2286
તમિલનાડુ 22333 12757 176
દિલ્હી 19844 8478 473
ગુજરાત 16794 9919 1038
રાજસ્થાન 8831 6032 195
મધ્યપ્રદેશ 8089 4842   350
ઉત્તરપ્રદેશ 8075 4843 217
પશ્વિમ બંગાળ 5501 2157 317
બિહાર 3807 1520 23
આંધ્રપ્રદેશ 3571 2340 62
કર્ણાટક 3221 1218 51
તેલંગાણા 2698 1428 82
જમ્મુ-કાશ્મીર 2446 927 28
પંજાબ 2263 1987 45
હરિયાણા 2091 1048 20
ઓરિસ્સા 1948 1126 9
આસામ 1340 164 4
કેરળ 1270 590 10
ઉત્તરાખંડ 907 102 05
ઝારખંડ 610 256 5
છત્તીસગઢ 492 114 1
હિમાચલ પ્રદેશ 330 109 6
ચંદીગઢ 293 199 4
ત્રિપુરા 316 172 0
લદ્દાખ 77 47 00
ગોવા 71 44 00
મણિપુર 71 11 00
પુડ્ડુચેરી 57 23 00
નાગાલેન્ડ 43 00 00
આંદામાન નિકોબાર 33 33 00
મેઘાલય 27 12 01
અરુણાચલ પ્રદેશ 04 01 00
દાદારા નગર હવેલી 02 01 00
મિઝોરમ 01 01 00
સિક્કીમ 01 00 00
કુલ 5491 00 00

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ- અહીંયા રવિવારે 198 નવા દર્દી સામે આવ્યા હતા અને 7 લોકોના મોત થયા હતા. જેમાંથી ઈન્દોરમાં 55, ભોપાલમાં 45, અનૂપપુરમાં 12, ઉજ્જૈન અને બડવાનીમાં 10-10 સાગરમાં 8 અને વિદિશમાં 7 સંક્રમિત મળ્યા હતા.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં રવિવારે 2467 સંક્રમિત મળ્યા, 89એ જીવ ગુમાવ્યા અને 1248 દર્દી સાજા થયા હતા.અત્યાર સુધી સંક્રમણના 67 હજાર 655 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 36 હજાર 40ની સારવાર ચાલી રહી છે. 29 હજાર સાજા થઈ ચુક્યા છે અને 2286 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા રવિવારે 374 સંક્રમિત દર્દી મળ્યા હતા. અત્યાર સુધી કુલ 8075 કેસ સામે આવ્યા હતા. 217 લોકોના મોત થયા છે. રાજ્યમાં 8 જૂનથી ધાર્મિક સ્થળ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી બાજુ 1 જૂન ગંગા દશેરા છે. વારાણસીમાં પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે તે આ દિવસે ઘાટ પર સ્નાન ન કરે.

રાજસ્થાનઃ રાજ્યમાં રવિવારે 214 નવા દર્દી સામે આવ્યા હતા. જેમા જોધપુરમાં 54, જયપુરમાં 30, કોટામાં 14, પાલી અને નાગોરમાં 10-10 ઝાલાવાડમાં 15 , ભરતપુરમાં 18, ઝૂઝૂનૂંમાં 7 અને અજમેરમાં 6 સંક્રમિત મળ્યા હતા.

બિહારઃ અહીંયા 242 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી વધારે 47 નવા દર્દી બેગૂસરાયમાં મળ્યા હતા. ભાગલપુરમાં 34, મધુબનીમાં 17, જહાનાબાદ, પૂર્ણિયા અને સુપૌલમાં 13-13 પટના અને મુઝફ્ફરપુરમાં 11-11 અને સારણમાં 9 દર્દી મળ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here