Saturday, September 25, 2021
Homeરાજસ્થાન સામે જીતના છગ્ગાની દિલ્હીની નજર
Array

રાજસ્થાન સામે જીતના છગ્ગાની દિલ્હીની નજર

આઈપીએલ 2021 ની સાતમી મેચમાં રાજસ્થાન રૉયલ્સની સામે દિલ્હી કેપિટલ્સનો પડકાર હશે. રાજસ્થાનને પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે 4 રને હાર મળી હતી. સુકાની સંજુ સેમસનની 119 રન પણ ટીમને જીત અપાવી શકી નહી. હવે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ ફ્રેક્ચરના કારણે લીગથી બહાર થવું પડ્યું હતું.

જોફ્રા આર્ચર પણ હજુ ટીમ સાથે નથી જોડાયો. યુવા બેટ્સમેન રિયાન પરાગને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવાની જરીર છે. શિવમ દુબે ટીમમાં ફિટ નથી થઇ રહ્યો. પહેલી મેચમાં ટીમની બોલીંગ સારી જોવા ન મળી. સૌથી મોંઘો ખેલાડી મોરિસ પણ નિષ્ફળ રહ્યો. સાકરિયા અને મુસ્તફિજુરે સારી બોલીંગ કરી. પણ અન્ય બોલરોએ તેનો સાથ આપવાની જરૂર છે.

બીજી તરફ દિલ્હીએ પહેલી મેચમાં ચેન્નઈને હરાવ્યું. વાનખેડેની પિચ પણ અનુભવી સ્પિન બોલર અશ્વિન અને અમિત મિશ્રા ઝઝુમતા જોવા મળ્યા. પણ આવેશ ખાન અને ક્રિસ વોક્સે સારી બોલીંગ કરી. આ મેચમાં રબાડા પણ રમવા માટે ઉપ્લબ્ધ રહેશે.

ગત સિઝનમાં તેણે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. પૃથ્વી અને ધવનની જોડી રાજસ્થાનને તકલીફ ઉભી કરી શકે છે. આ મેચમાં બંને સુકાની રિષભ પંત અને સંજુ સેમસન પર નજર રહેશે. બંને ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના વિકેટકીપર માટે દાવેદારી રજુ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments