ભારત બાયોટેકની કોવેક્સિનની ડિલીવરી પણ શરૂ, મધ્યપ્રદેશના 24 જિલ્લામાં વેક્સિન મોકલવામાં આવશે

0
3

દેશમાં પહેલા જથ્થાના વેક્સિનેશન માટે મંગળવારે 54 લાખ 72 હજાર વેક્સિન ડોઝની સપ્લાઇ થઈ ગઈ છે. પુણેથી દેશનાં 13 શહેરમાં વેક્સિન ડોઝ પહોંચાડી દેવામાં આવ્યો છે. એને આગળ પણ લઈ જવામાં આવશે. સપ્લાઇ આજે પણ ચાલુ છે. કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને 1 કરોડ 10 લાખ અને ભારત બાયોટેકને 55 લાખ વેક્સિન ડોઝનો પ્રાથમિક ઓર્ડર આપી દીધો છે.

કોવેક્સિનનો પહેલો જથ્થો દિલ્હી પહોંચ્યો

ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો જથ્થો આજે દિલ્હી પહોંચી ગયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI559થી કોવેક્સિનનો પહેલો જથ્થો આજે સવારે હૈદરાબાદથી રવાના થયો હતો. આ સિવાય વિસ્તારાની ફ્લાઈટથી પણ કોવેક્સિનનો જથ્થો દિલ્હી આવી રહ્યો છે.

ગોવા પહોંચ્યો કોવિશીલ્ડનો પહેલો જથ્થો

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો કોવિશીલ્ડનો પહેલો જથ્થો આજે સવારે ગોવા પહોંચી ગયો છે. ગોવા એરપોર્ટના ડિરેક્ટર ગગન મલિકે કહ્યું છે કે બંને બોક્સને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગને સોંપી દેવામાં આવશે.

મધ્યપ્રદેશ કોવિશીલ્ડ પહોંચી

સીરમ ઈન્સ્ટિટ્યૂટે મંગળવારે અલગ અલગ શહેરોમાં વેક્સિન મોકલાનું શરૂ કરી દીધું છે. ઘણાં શહેરોમાં આજે વેક્સિન પહોંચી ગઈ છે. ભોપાલમાં સવારે 11 વાગે કોવિશીલ્ડનો 94 હજારનો ડોઝ પહોંચ્યો છે. અહીં મધ્યપ્રદેશના 24 જિલ્લામાં વેક્સિન મોકલવામાં આવશે.

આજે સાંજે રાજસ્થાન સુધી પહોંચશે વેક્સિન

રાજસ્થાનમાં કોરોના વેક્સિન બુધવારે સાંજ સુધીમાં પુણેથી ફ્લાઈટમાં જયપુર પહોંચશે. ફ્લાઈટ સાંજે 4.45 વાગે જયપુર પહોંચશે. ત્યાર પછી વેક્સિનને ત્રણ ભાગમાં વહેંચીને જોધપુર, જયપુર અને ઉદયપુરના કોલ્ડસ્ટોરેજમાં મોકલવામાં આવશે. પહેલા તબક્કામાં 4.5 લાખ હેલ્થવર્કર્સને વેક્સિન આપવામાં આવશે. એ માટે 6,03,500 વેક્સિન આવશે. એમાં 5,43,500 વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને 60 હજાર વેક્સિન ભારત બાયોટેક પાસેથી આવી રહી છે.

16 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન

દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ થશે. શરૂઆતમાં 3 કરોડ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. ત્યાર પછી 27 કરોડ લોકોમાં તેમનો નંબર આવશે, જેમની ઉંમર 50 વર્ષથી વધારે અથવા તેમને કોઈ ગંભીર બીમારી હશે. હાલ કોરોના વેક્સિનનો જથ્થો 14 શહેરમાં પહોંચી ગયો છે.