છેલ્લા ૨૫ વર્ષથી દહેગામ શહેરમા પોતાના બે જોડીયા બાળકો સાથે દેશભાવના જગાવી રાષ્ટ્ર પર્વની ઉજવણી કરતા આ યુવાનના ઘરે સ્વાત્રંત્રીય સેનાનીઓના અને શહીદોના ફોટાઓથી ઘર મઢાવ્યુ છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા રહેતો એક યુવાન નામે બીમલભાઈ મુખીને છેલ્લા ૨૫ વર્ષથી દેશ અને રાષ્ટ્ર માટે અનોખો પ્રેમ જાગ્રુત કરે છે અને આ યુવક પોતાના બે જોડીયા બાળકો સાથે રહીને ૨૬ મી જાન્યુઆરીના દીવસે પોતાની શણગારેલી ગાડી લઈને તેમા દેશ ભક્તિને લગતા સાહીત્યો અને તીરંગા તેમજ ચોકલેટોનુ વીતરણ કરે છે. અને જાણે કે આ યુવાન પોતાની ગાડી લઈને તીરંગાઓ વેચવા જાય છે ત્યારે આ યુવાન અને પોતાના બે સંતાનોમા દેશ ભક્તિ રંગે રંગાયુ હોય તેવુ દેખાય છે. અને દહેગામમા ઘેર ઘેર જઈ જાહેર માર્ગો ઉપર તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટેરાઓથી માંડી તમામને આ તીરંગા ઝંડા અને ચોકલેટો આ પર્વના દીવસે મફત વીતરણ કરે છે.
આ દેશ ભક્ત દહેગામમા આવેલ મોડાસા રોડ ઉપર આવેલ પુર્વધારાસભ્યના પુત્ર હોવાથી તેમનુ નામ બીમલમુખી તરીકે ખુબ જ ખ્યાતી પામેલુ છે. દહેગામ શહેરમા આવતા જતા તમામ વાહનો ઉપર દેશ પ્રેમને લગતા સ્ટીકરો લગાવીને લોકોમા રાષ્ટ્ર ભક્તિ પ્રકટાવવાનો અનોખો પ્રયત્ન કરે છે અને આ ૨૬ મી જાન્યુઆરીના દીવસે ૨૦,૦૦૦ જેટલા રાષ્ટ્ર ધ્વજનુ મફતમા વીતરણ કરે છે અને તેની સાથે ૫૦ કીલો ચોકલેટ બાળકોને વેચીને પ્રજાસત્તાક દીવસની ખુબ જ ઉત્સાહ પુર્વક ઉજવણી પોતાના બે જોડીયા બાળકો સાથે કરે છે. અને આ યુવાનની મુલાકાત લેતા જાણવા મળ્યુ હતુ કે તે બોબ્બે ગયા હતા ત્યારે બોમ્બેના રોડ ઉપર નાના બાળકો પૈસાથી તીરંગો વેચી રહ્યા હતા તે જોઈને મને દેશભાવના જાગ્રુત થવા પામી હતી. અને તેના હાથ પર પણ જયહીંદ કોતરાવેલુ દેખાય છે. તેમજ તેના સ્કુટરમા નંબર નહી પરંતુ જયહીંદ લખાવ્યુ છે. આટલો અનોખો પ્રેમ દેશ માટે તેનામા સમાયેલો છે અને લોકોમા દેશભાવના જગાવીને આ યુવાન રાષ્ટ્ર પર્વની ઉજવણી કરતો જોવા મળે છે.
બાઈટ : બીમલભાઈ મુખી, દહેગામ
૨૬ મી જાન્યુઆરીના દીવસથી શહેરના મુખ્ય માર્ગો ઉપર અને શાળાઓમા જઈને આ તીરંગાઓનુ વીતરણ કરે છે તેથી વિદ્યાર્થીઓ તેને જોઈને દોડતા તીરંગાઓ લેવા આવતા નજરે પડે છે. અને તેઓ ઝુંપડપટ્ટીમા જઈ નાના બાળકોને સાથે રહીને સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક દીવસની ઉજવણી કરે છે. આમ દહેગામ શહેરમા આ યુવાનને દેશ ભક્તિના રંગમા રંગાયો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને દહેગામ શહેરમા આવી દેશભક્તિની ભાવના ઉજાગર કરતા આવા યુવાન પ્રત્યે નગરજનોનો પણ સારો પ્રતીસાર મળી રહે છે. અને ૨૬ મી જાન્યુઆરીના આગલા દીવસથી શહેરના માર્ગોને દેશ માટે બલીદાન આપાવનારા મહાનુભવોના ફોટા મોટા હોડીંગ સાથે લગાવે છે. અને વર્ષમા બે વખતે આવતા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પાછળ હજારો રૂપીયાનો ખર્ચા આ યુવાન છેલ્લા ૨૫ વર્ષથી કરતો આવ્યો છે.
છેલ્લા ૨૫ વર્ષથી દહેગામ શહેરમા પોતાના બે જોડીયા બાળકો સાથે દેશભાવના જગાવી રાષ્ટ્ર પર્વની ઉજવણી કરતા આ યુવાનના ઘરે સ્વાત્રંત્રીય સેનાનીઓના અને શહીદોના ફોટાઓથી ઘર મઢાવ્યુ છે
વર્ષમા બે વખતે આવતા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પાછળ હજારો રૂપીયાનો ખર્ચ આ યુવાન છેલ્લા ૨૫ વર્ષથી કરતો આવ્યો છે
૨૬ મી જાન્યુઆરીના આગલા દીવસથી શહેરના માર્ગોને દેશ માટે બલીદાન આપાવનારા મહાનુભવના ફોટા મોટા હોડીંગ સાથે લગાવે છે
દહેગામ શહેરમા આવી દેશભક્તિની ભાવના ઉજાગર કરતા આવા યુવાન પ્રત્યે નગરજનોનો પણ સારો પ્રતીસાર મળી રહે છે
૨૬ મી જાન્યુઆરીના દીવસથી શહેરના મુખ્ય માર્ગો ઉપર અને શાળાઓમા જઈને આ તીરંગાઓનુ વીતરણ કરે છે તેથી વિદ્યાર્થીઓ તેને જોઈને દોડતા તીરંગાઓ લેવા આવતા નજરે પડે છે
ઝુંપડપટ્ટીમા જઈ નાના બાળકોને સાથે રહીને સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક દીવસની ઉજવણી કરે છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર