Wednesday, September 29, 2021
Homeડેલ્ટા વેરિએન્ટ : કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા વધવા પાછળ વેરિએન્ટ જવાબદાર
Array

ડેલ્ટા વેરિએન્ટ : કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા વધવા પાછળ વેરિએન્ટ જવાબદાર

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા વધી તેની પાછળ આ વેરિએન્ટ જવાબદાર હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.

હવે ડેલ્ટા વેરિએન્ટે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી છે. કારણકે કોરોના વેક્સીન લગાવી ચુકેલા લોકોને પણ ડેલ્ટા વેરિએન્ટ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે અ્ને દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે.

જાણકારોનુ કહેવુ છે કે, ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા એ વાતની છે કે, તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાંઆસાનીથી ફેલાય છે. જે લોકોને વેક્સીન નથી લાગી તેમના આ વેરિએન્ટના કારણે સંક્રમિત થવાથી હોસ્પિટલમાં એડમિટ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત ડેલ્ટા વેરિએન્ટ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

ઈંગ્લેન્ડમાં જે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયેલા જે લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમાંથી 22.8 ટકા લોકો એવા હતા જેમને રસી મુકાઈ ચુકી હતી.જ્યારે સિંગાપુરમાં 75 ટકા કોરોના કેસમાં લોકોને રસી મુકાઈ હતી.

ઈઝરાયેલમાં હોસ્પિટલમાં દાખલ 60 ટકા લોકો રસી લઈ ચુકેલા હતા. અમેરિકામાં 83 ટકા નવા કેસ ડેલ્ટા વેરિએન્ટના આવી રહ્યા છે. બીજી તરફ ચીનના એક સ્ટડી પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકોના નાકમાં અગાઉના વુહાન સ્ટ્રેન કરતા 1000 ગણા વધારે વાયરસ જોવા મળ્યા છે.

નિષ્ણાતોનુ કહેવુ છે કે, ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમણ ફેલાવાનો ખતરો વધારે છે. કારણકે તે ઝડપથી પ્રસરે છે.જે લોકોએ વેક્સીન લીધી છે તેમણે પણ સતર્ક રહેવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments