સોશિયલ મીડીયાના માધ્યમથી માળીયા હાટીના પંથકના સલમાન નામના મુસ્લિમ યુવક ને કોઈ અજાણ્યા વ્યકતી દ્રારા ફોન કરી અને ઈસ્લામ ધર્મ અને પયગંમ્બર સાહેબ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી વાતચીત કરેલનો ઓડિયો વાયરલ થયેલ હતો.જેને લઇ માળીયા હાટીના પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કોઈપણ ધર્મના લોકો વચ્ચે અણબનાવ ન બને અને ભાઈચારો જળવાઈ તેવા હેતુથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએથી સૂચના મળતાં જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધાર્મિક લાગણી દુભાવનાર વિશાલ રામજી ડાંગર ને અમદાવાદ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે આ ઈસમને કડકમાં કડક સજા થાય તેવા હેતુથી જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જૂનાગઢના સામાજિક કાર્યકર શાહરુખ સીધાએ જણાવ્યું હતું કે માળિયા હાટીના તાલુકામાં એક શખ્સ દ્વારા મુસ્લિમ સમાજના પયગંબર વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી ટિપ્પણી કરેલ હતી. એ ટિપ્પણીને લઇ આ ઈસમ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પકડાયેલ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે આ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો ત્યારે જૂનાગઢ પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો. અને કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ આરોપી પર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવું કૃત્ય બીજી વખત કોઈ શખ્સ કરે નહીં તેવી કલેકટરને આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવી હતી.