યુવરાજ સિંહના પિતા યોગરાજની ધરપકડની માગ : ખેડૂતોના સમર્થનમાં આપ્યું વિવાદાસ્પદ ભાષણ

0
6

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ભૂતકાળમાં ભારતીય ક્રિકેટ વિશે વાંધાજનક ટિપ્પણી કરીને વિવાદમાં રહ્યા છે. ખાસ કરીને તેમણે પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની વિશે અવારનવાર કમેન્ટ્સ કરી હતી. આ વખતે તેઓ ફરી વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં આવી ગયા છે. નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધની વચ્ચે તેઓ ખેડૂતો વચ્ચે જઈને વાંધાજનક ભાષણ આપીને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

દિલ્હીની સરહદ પર વિવિધ પ્રાંતના ખેડૂતો વિવિધ સ્થળોએ એકઠા થયા છે. ખેડૂતો નવા કૃષિ કાયદા સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારને તેમને પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે. ખેડૂતોને ઘણી હસ્તીઓ દ્વારા ટેકો પણ મળ્યો છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યોગરાજ સિંહ હિન્દુઓ પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે.

યોગરાજે આપેલા ભાષણને સોશ્યલ મીડિયા પર ‘હેટ સ્પીચ’ તરીકે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે તેમાં તેમણે અપમાનજનક અને દ્વેષપૂર્ણ ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પછી, ઘણા લોકો યોગરાજની ધરપકડની માગ કરી રહ્યા છે, કારણ કે તેમનું નિવેદન નિંદાકાર છે. સોશિયલ મીડિયા પર પણ યુવરાજના પિતાની ટીકા થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here