અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસ મામલે સીબીઆઈ અને ગુજરાત સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હરેન પંડ્યા હત્યા કેસની ફેર તપાસની માંગ નકારી દીધી છે.
હાઈકોર્ટે તમામ આરોપીઓને મુક્ત કર્યા હતા
જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે 31 જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સીબીઆઈની અપીલ પર સુનાવણી પૂરી કરી હતી અને કહ્યું હતું કે આ અંગે ચુકાદો પછીથી સંભળાવવામાં આવશે. આ મામલે હાઈકોર્ટે તમામ આરોપીઓને મુક્ત કરી દીધા હતા. એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન્સ તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે આ મામલે નીચલી કોર્ટમાં ચુકાદા બાદ 4 નવાં તથ્યો સામે આવ્યાં છે અને આ સંજોગોમાં નવેસરથી તપાસના આદેશની જરૂર છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીના ઔચિત્ય પર સવાલ ઊઠાવ્યો હતો.
શું છે મામલો
ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી રહેલા હરેન પંડ્યા 2003માં 26મી માર્ચે અમદાવાદના લૉ-ગાર્ડન વિસ્તારમાં જોગિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારી હત્યા હત્યા કરવામાં આવી હતી.