સુરત : સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની ફુલ પગાર આપવાની માંગ.

0
11

કોરોના સંક્રમિત લોકોની સેવા કરનારા નર્સિંગ સ્ટાફના કોરોના વોરિયર્સની સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી હોવાની લાગણી અનુભવતા નર્સિંગ સ્ટાફે કહ્યું કે, અમારે પાંચ વર્ષ ફિક્સ પગારના થઈ ગયા છે તેમ છતાં ફુલ પગાર આપવામાં આવી રહ્યો નથી. જેથી અમે હાલ માત્ર માંગ કરી રહ્યા છીએ કે, અમને ફુલ પગાર આપવામાં આવે. હાલ કોરોના દર્દીઓની કામગીરી હોવાથી અમે અન્ય કોઈ પગલાં ભરવા યોગ્ય ન સમજતા હોવાથી અમને યોગ્ય કરી આપવાની સરકારમાં રજૂઆત કરી રહ્યાં છીએ.

અન્ય લાભો પણ અપાતા નથી

નર્સિંગ સ્ટાફના મહેશ પરમારએ જણાવ્યું હતું કે, અમે 2014-2015માં ભરતી થયા હતાં. બાદમાં ફિક્સ પગારને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. છતાં અમને ફુલ પગાર આપવામાં આવતા નથી. અમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યાં છીએ. સરકાર દ્વારા કોરોના વોરિયર્સને અગાઉ પાંચ હજાર જેવી રકમ આપવામાં આવી હતી. પરંતુ અમારા પાંચ વર્ષ પૂર્ણ ન થયા હોવાથી એ પણ અમને મળ્યા નથી. જેથી એ આપવા માટે અમે વિનંતી કરીએ છીએ.

રાજ્યમાં 1800 કર્મચારીઓની ભરતી થયેલી

નર્સિંગ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવીએ છીએ. જીવ જોખમમાં મૂકીએ છીએ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમારા પર ધ્યાન ન આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમે ફિક્સ ગ્રેડ પર નોકરી કરીએ છીએ. 2500ના ગ્રેડ પર નોકરીએ લાગ્યા બાદ અલગ અલગ જગ્યાએ રાજ્યભરમાં 1800 જેટલા કર્મચારીઓની નિમણૂંક કરાયેલી પરંતુ યોગ્ય પગાર હજુ સમય વિતી ગયા બાદ પણ આપવાનું શરૂ થયું નથી જેથી અમને વહેલી તકે અમારા લાભ મળે તેવી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here