Friday, December 1, 2023
Homeદહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રનો વિકાસ કરી મોટી હોસ્પિટલ બનાવવા ...
Array

દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રનો વિકાસ કરી મોટી હોસ્પિટલ બનાવવા જનતાની માંગ

- Advertisement -

દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાનાને વિકાસ કરી વીશાળ જગ્યામા મોટી જનરલ હોસ્પિટલ બને તો તાલુકાના અને શહેરના દર્દીઓની સમસ્યાનુ સમાધાન થાય.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૯૬ ગામો અને ૧૧૮ પેટાપરા સાથે આ તાલુકો સંકળાયેલો છે તેની સાથે આખુ દહેગામ શહેર આ સરકારી દવાખાનાને સારવાર લઈ રહ્યુ છે ત્યારે દહેગામ ખાતે કોઈ ભારે અકસ્માતના બનાવો બને તેવા સમયે દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાનામા સાધનો અને મશીનોની પુરતી સુવિધા અહીયા ઉપલબ્ધ નથી તેથી અહીયા સારવાર માટે આવતા દર્દીઓની ઈમરજન્સી સારવાર માટે ગાંધીનગર સિવિલ અને અમદાવાદ સિવિલ ખાતે રેફર કરવામા આવે છે. ત્યારે દહેગામથી ગાંધીનગર અને દહેગામથી અમદાવાદનુ ૨૫ કીલોમીટરનુ અંતર કાપવા જતા કેટલાક દર્દીઓ મોતને ભેટી પડે છે. ત્યારે દહેગામ સરકારી દવાખાનાનો વિકાસ કરી મોટી જનરલ હોસ્પિટલ બનાવવામા આવે તો નીર્દોષ દર્દીઓ જે મોતને ભેટે છે તે ન ભેટે અને દહેગામ ખાતે સારવાર મળી રહે તો સરકારે દહેગામ ખાતે આવેલી સરકારી દવાખાનાને મોટી હોસ્પિટલ બનાવવા માટે આગોતરુ આયોજન કરે તેવી તાલુકાની જનતાની માંગ થવા પામી છે. હમણા જ દહેગામ રેલ્વે સ્ટેશન પાસે કામ કરતી શ્રમજીવી મહિલાને પ્રસુતીની પીડા ઉપડતા પતિ પત્નીને લઈને દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્ર ખાતે લાવવામા આવી હતી પરંતુ અહીયા મોટી લાઈન જોતા આ મહિલા પરત જતા રસ્તામા તેની પ્રસુતી થઈ જતા કેટલાક સ્થાનિક લોકોએ ૧૦૮ બોલાવીને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપવામા આવી હતી. આમ દહેગામ ખાતે આવેલા પ્રાઈવેટ દવાખાનામા ઉંચી ફી લેવામા આવે છે અને બે દીવસ પહેલા જ એક ખાનગી હોસ્પિટલમા સારવાર દરમીયાન એકનુ મોત થવા પામ્યુ હતુ ત્યારે તેમના પરીવારોએ ડોક્ટર સામે ભારે વિરોધ નોધાવ્યો હતો અને અગાઉ પણ આવો એક બનાવ બનતા હજાર જેટલી મહિલાઓ ભેગી થઈને ડોક્ટરના છાજીયા લીધા હતા આવા બનવો અવાર નવાર દહેગામ શહેરમા બનતા હોય છે ત્યારે સરકારે દહેગામ તાલુકામા મોટી જનરલ હોસ્પિટલ બનાવે તો ગરીબ દર્દીઓ આશીર્વાદ સમાન બની રહે અને પ્રાઈવેટ દવાખાનામા શોષણ થતુ અટકે તેથી તાલુકાના સ્થાનિક આગેવાનોએ સરકારમા રજુઆતો કરીને આ સમસ્યાનુ સમાધાન કરે તેવી રજુઆતોના દોર વધી જવા પામ્યા છે.

  • આ સરકારી આરોગ્ય કેંદ્રમા પુરતી સુવીધાનો અભાવ હોવાથી દહેગામથી ગાંધીનગર સિવિલ અને અમદાવાદ સિવિલ ખાતે સારવાર અર્થે જતા દર્દીઓ ૨૫ કીલોમીટર અંતરે જતા મોતને ભેટી પડે છે
  • આ દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રમા પુરતી સુવીધા નહી હોવાથી દર્દીઓને અમદાવાદ અને ગાંધીનગર લાંબા થતા ભારે હેરાન પરેશાન થવા પામે છે
  • બે દીવસ પહેલા જ રેલ્વે સ્ટેશન પાસે એક શ્રમજીવી મહિલા સારવાર માટે આ હોસ્પિટલમા આવી હતી ત્યારે લાંબી લાઈન જોતા તે પરત જતા રસ્તામા જ ડીલીવરી થઈ જતા ૧૦૮ બોલાવીને આ મહિલાને ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપવામા આવી હતી
  • દહેગામ તાલુકાના જનતાની ઉગ્ર માંગ છે કે દહેગામ તાલુકો ૯૬ ગામો અને ૧૧૮ પેટાપરા અને આખુ દહેગામ શહેર આ સરકારી દવાખાને સારવાર લે છે તો આ સામુહીક આરોગ્ય કેંદ્રનો વિકાસ કરવામા આવે તો દર્દીઓની સમસ્યાનુ સમાધાન થાય

 રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular