સાબરકાંઠા : દૂધ ઉત્પાદનોની માંગમાં બે મહિનામાં ઉછાળો આવ્યો, સાબર ડેરીએ કિલોફેટના રૂ. 20 વધાર્યા

0
47

હિંમતનગર: દેશભરમાં હાલ મંદી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ઓટો સેક્ટર, ટેક્સટાઈલ સેક્ટર, આઈટી સેક્ટર, ડાયમંડ સેક્ટર સહિતમાં મંદીને પગલે હજારો લોકોએ રોજગાર ગુમાવ્યા છે. તેવામાં પશુપાલન દ્વારા સહકારી ક્ષેત્રે ચલાવતી ડેરી ઉદ્યોગમાં મંદીની અસર નથી. છેલ્લા પાંચ મહિનામાં જ ઉત્તર ગુજરાતની જાણીતી સહકારી ડેરી સાબર ડેરીએ પાંચમીવાર ભાવવધારો કરીને કિલોફેટના ભાવમાં વધારો કર્યો છે. સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેંસના દૂધમાં રૂ. રૂ.700 અને ગાયના દૂધમાં રૂ. 300 ચુકવાશે.

6 માસમાં 5મી વખતે કિલોફેટના ભાવ વધાર્યા

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને છેલ્લા 6 માસમાં સાબરડેરીએ દૂધના કિલોફેટના ભાવમાં રૂ.110 નો વધારો કરી આપ્યો છે. 21મી સપ્ટેમ્બરથી ભેંસના કિલોફેટના ભાવમાં રૂ.20 નો વધારો કરી રૂ.700 અને ગાયના દૂધમાં રૂ.9.10નો વધારો કરી રૂ.300 ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચમાં ચૂંટાઇ આવેલ નવા નિયામક મંડળે છેલ્લા 6 માસમાં પાંચ વખત કિલોફેટના ભાવમાં વધારો કરી પશુપાલકોની સમસ્યાને મહત્વ આપ્યું છે.

બે મહિનામાં બટર, ઘી અને પાવડરની માંગ વધી

ગત તા.01/07/19 થી રૂા.30 ના વધારા સાથે ભેંસના દૂધના કિલોફેટના રૂ.680 કરાયા બાદ સોમવારે તેમાં રૂ.20 નો વધારો કરી તા. 21-09થી અમલી રૂ.700 ચૂકવવાનો પરિપત્ર કરાયો છે. ગાયના દૂધમાં રૂ. 9.10 નો વધારો કરી રૂ.300 ચૂકવવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા બે એક માસમાં બટર, ઘી, પાવડરની માંગમાં વધારો થયો છે અને ભાવમાં પણ તેજી આવતા ખપત વધી છે જેનો સીધો ફાયદો પશુ પાલકોને મળ્યો છે તેવું ડો.બી.એમ.પટેલ,એમ.ડી.સાબરડેરીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here