કંગનાના ટ્વિટર અકાઉન્ટને સસ્પેન્ડ કરવાની માગ : બોમ્બે હાઇકોર્ટે કહ્યું- તેમને વિચાર રજૂ કરવાનો અધિકાર છે

0
8

સાંપ્રદાયિક નફરત ફેલાવવા માટે કંગના રનૌતના ટ્વિટર હેન્ડલને સસ્પેન્ડ કરવા માટે ડિસેમ્બરની શરૂઆતમાં એક જનહિત યાચિકા ફાઈલ થઇ હતી. હવે તેના પર બોમ્બે હાઇકોર્ટે 21 ડિસેમ્બરે પોતાની વાત રાખી. કોર્ટે કહ્યું, કંગનાને પોતાના વિચાર વ્યક્ત કરવાનો મૌલિક અધિકાર પ્રાપ્ત છે. કોર્ટે યાચિકાકર્તાને એવું પણ પૂછ્યું કે શું તે સાબિત કરી શકે છે કે કંગનાના ટ્વીટથી તેના મૌલિક અધિકારને ક્ષતિ થઇ છે. આના પર યાચિકાકર્તાએ કહ્યું કે, તેને માનસિક ક્ષતિ થઇ છે.

7 જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે

સોમવારે થયેલી યાચિકાની સુનાવણી દરમ્યાન કોર્ટે નિવેડો લાવ્યો નહીં અને માગ કરી કે અસ્પષ્ટ યાચિકાને જનહિત યાચિકામાં બદલવામાં આવે. કોર્ટે યાચિકાકર્તા એડવોકેટ અલી કાસિફ ખાન દેશમુખને 7 જાન્યુઆરીએ આગામી સુનાવણીમાં નવેસરથી દલીલ કરવાનો પણ આગ્રહ કર્યો છે.

આ હતી યાચિકામાં થયેલી અપીલ

કંગના વિરુદ્ધ અગાઉથી ઘણા કેસ ફાઈલ થયા છે. કાસિફે યાચિકામાં ઉલ્લેખ કર્યો કે કંગનાએ કોર્ટમાં ‘પપ્પુ સેના’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો, જેનાથી તેમની લાગણીને ઠેસ પહોંચી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કંગનાના ટ્વીટ બે સમુદાયો વચ્ચે દુશમની અને નફરત ફેલાવી રહ્યા હતા અને દેશની અખંડતાને નુકસાન પહોંચાડી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here