થાનગઢ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 9 થી 11ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની માગ

0
3

સ્વનિર્ભર સંચાલક મંડળ થાનગઢ દ્વારા 11ખાનગી શાળાઓના શિક્ષકો તથા વિધાર્થીઓ સાથે ધોરણ 9 થી 11ની રાજ્યની તમામ ખાનગી શાળાઓ ત્વરિત શરૂ કરવાની માંગ સાથે થાન તાલુકા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

હાલમાં કોરોનાના કારણે રાજ્યની તમામ શાળાઓ બંધ હાલતમાં છે. જ્યારે તાજેતરમાં સરકાર દ્વારા કોરોનાનું જોર ઘટતા ધો.12ની શાળાઓ શરૂ કરવા લીલી ઝંડી આપવામાં આવી છે. ત્યારે સ્વનિર્ભર સંચાલક મંડળ થાનગઢ દ્વારા 11ખાનગી શાળાઓના શિક્ષકો તથા વિધાર્થીઓ સાથે ધોરણ 9 થી 11ની રાજ્યની તમામ ખાનગી શાળાઓ ત્વરિત શરૂ કરવાની માંગ સાથે થાન તાલુકા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.

થાનગઢ તાલુકા શિક્ષણાધિકારી ગઢવીને સ્વનિર્ભર સંચાલક મંડળ થાનગઢ પ્રમુખ કમલેશભાઈ શાહ તથા ઉપપ્રમુખ સહદેવસિંહ રાણા તથા ખજાનચી સલીમભાઈ સુરાણી તથા મંત્રી જીતુભાઈ જોષી તથા ચૌહાણ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્વનિર્ભર સંચાલક મંડળ થાનગઢ વતી શાળાઓ શરૂ કરવા શિક્ષક ગણ દ્વારા આપવામાં આવેલા આવેદન બાદ તાલુકા શિક્ષણાધિકારી ગઢવીએ જણાવ્યું હતું કે આપના આવેદનપત્રની સરકારને જાણ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. આ આવેદનપત્ર પાઠવવામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત ભરતભાઈ દવે સહિત સર્વે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here